- દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત બન્યું T20 વર્લ્ડકપ ચેમ્પિયન
- વિરાટ કોહલીએ T20I મેચોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
- ટૂર્નામેન્ટમાં નિષ્ફળ રહેલો કોહલી ફાઈનલમાં ચાલ્યો
મહાન ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લીધી છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે મોટી જાહેરાત કરી છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન જ બનાવી શકી હતી. ભારત બીજી વખત ચેમ્પિયન બન્યું છે. આ પહેલા તેણે 2007માં આ ખિતાબ જીત્યો હતો. ભારત માટે વિરાટ કોહલીએ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 59 બોલમાં 76 રનની યાદગાર ઇનિંગ રમી હતી. સમગ્ર ટૂર્નામેન્ટમાં નિષ્ફળ રહેલો કોહલી ફાઈનલમાં ચાલ્યો હતો.
કોહલીએ સંન્યાસની કરી જાહેરાત












