• સાઉથ આફ્રિકા સામે ભારતની 5 વિકેટે કારમી હાર
  • સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહે ફટકારી ફિફ્ટી
  • સૂર્યાની વિકેટ લીધા બાદ શમ્સીએ કરી ઉજવણી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મંગળવારે 12 ડિસેમ્બરે T20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઉભરાતા સ્ટાફ રિંકુ સિંહે ગ્કેબરાહના સેન્ટ જ્યોર્જ પાર્કમાં શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના બોલરો મેચ જીતાડી શક્યા ન હતા. આ મેચમાં સાઉથ આફ્રિકાના બોલર તબરેઝ શમ્સીએ શાનદાર બોલિંગ કરીને 4 ઓવરમાં 18 રન આપીને એક વિકેટ ઝડપી હતી. તેણે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિકેટ લીધી હતી અને તેની ઉજવણી કરવાની સ્ટાઈલ ચર્ચામાં આવી હતી.

તબરેઝ શમ્સીએ જૂતુ કેમ કાઢ્યું?

તબરેઝ શમ્સીએ જે રીતે સૂર્યકુમાર યાદવની વિકેટની જૂતું કાઢીને ઉજવણી કરી તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોને લાગે છે કે સાઉથ આફ્રિકામાં સૂર્યનું અપમાન થયું છે. પરંતુ વાસ્તવમાં, દરેક બોલર વિકેટ લીધા બાદ ટ્રેડમાર્ક સેલિબ્રેશન કરે છે. જ્યારે શમ્સી વિકેટ લીધા પછી ખુશ થાય છે, ત્યારે તે તેના જૂતુ ઉતારે છે અને ફોન નંબર ડાયલ કરવાનો ડોળ કરે છે. જો કે આ તેની જૂની સ્ટાઈલ છે પરંતુ હવે તેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.


મેચ પછી શમ્સીએ શું કહ્યું?

શમ્સીએ મેચ બાદ આ સેલિબ્રેશનને લઈને નિવેદન પણ આપ્યું છે. તેણે કહ્યું કે તેણે ખાસ માંગ પર આવું કર્યું હતું. શમ્સીએ કહ્યું, તેણે આવી ઉજવણી બંધ કરી દીધી હતી. પરંતુ સ્ટેડિયમમાં હાજર બાળકોએ તેની પાસે આવું કરવા માટે ખાસ માંગણી કરી હતી. આ પછી જ્યારે તેણે સૂર્યકુમાર યાદવને 56ના સ્કોર પર આઉટ કર્યો ત્યારે તે આ રીતે જશ્ન મનાવતો જોવા મળ્યો હતો. ભારતીય દાવને 19.3 ઓવરમાં 180ના સ્કોર સુધી મર્યાદિત કરવામાં તેની બોલિંગ મહત્વની હતી.

ટીમ ઈન્ડિયા હાર

ભારતીય ટીમને બીજી T20માં પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઇ હતી. જ્યારે બીજી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમનો ટોપ ઓર્ડર કંઈ ખાસ કરી શક્યો ન હતો. બંને ઓપનર ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી સૂર્યાએ 56 રનની કપ્તાની ઇનિંગ અને રિંકુએ શાનદાર 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પછી વરસાદને કારણે ભારતીય ઇનિંગ્સ પૂરી થઈ શકી ન હતી. DLS મેથડ અનુસાર સાઉથ આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આફ્રિકાએ આ લક્ષ્યાંક તેના ઓપનર હેન્ડ્રીક્સ અને કેપ્ટન માર્કરામની ઇનિંગ્સના કારણે આસાનીથી હાંસલ કરી લીધો હતો. ભારતીય બોલરો મોંઘા સાબિત થયા હતા. ખાસ કરીને અર્શદીપ સિંહ જેણે 2 ઓવરમાં 31 રન આપ્યા હતા અને એક પણ વિકેટ મેળવી ન હતી.

  • Follow us on: