• આજે ભારતીય ક્રિકેટર કુલદિપ યાદવનો જન્મદિવસ
  • હવે X પર કુલદીપ સાથેનો ડાન્સ વીડિયો શેર કર્યો
  • ભારત અને આફ્રિકા વચ્ચે ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમાશે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 17મી ડિસેમ્બરથી વનડે સિરીઝ રમાશે. આ સિરીઝ માટે યુઝવેન્દ્ર ચહલને પણ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ચહલ લાંબા સમયથી ટીમની બહાર હતો. ચહલ સાઉથ આફ્રિકા પહોંચી ગયો છે. આફ્રિકા પહોંચતાની સાથે જ તેણે ખાસ અંદાજમાં કુલદીપ યાદવને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આજે (14 ડિસેમ્બર) કુલદીપનો જન્મદિવસ છે. ચહલે કુલદીપ સાથે ડાન્સનો વીડિયો શેર કર્યો છે.

ચહલે કુલદીપ સાથેના ડાન્સનો વિડિયો શેર કર્યો

વાસ્તવમાં ચહલે X પર કુલદીપ સાથેનો ડાન્સ વીડિયો શેર કર્યો છે. તેણે વીડિયો શેર કરીને કુલદીપને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ સાથે તેણે હેશટેગનો ઉપયોગ કરીને વીડિયો શેર કરવા બદલ માફી પણ માંગી છે. કુલદીપ અને ચહલની જોડી એક સમય માટે ટીમ ઈન્ડિયા માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ છે. આ બંનેના કારણે ભારતે ઘણી મેચ જીતી હતી. આ બંનેને ફરી એકવાર સાથે રમવાની તક મળી શકે છે.

ભારત ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમશે

સાઉથ આફ્રિકા સામે ભારત ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. તેની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. બીજી મેચમાં સાઉથ આફ્રિકાનો 5 વિકેટે વિજય થયો હતો. હવે ત્રીજી મેચ રમાશે. આ પછી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. તેની પ્રથમ મેચ 17મી ડિસેમ્બરે અને બીજી મેચ 19મી ડિસેમ્બરે અને ત્રીજી મેચ 21 ડિસેમ્બરે રમાશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ પણ રમાશે. 26મી ડિસેમ્બરથી શરૂ થશે.

  • Follow us on: