• વિજય હજારે ટ્રોફીમાં યુઝવેન્દ્ર ચહલનો કહેર
  • ચહલે ઝારખંડ વિરુદ્ધ લીધી 6 વિકેટ
  • 10 ઓવરમાં આપ્યા 26 રન

યુઝવેન્દ્ર ચહલ અત્યારે ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે, પરંતુ તે અનેક મેચમાં પોતાના દમ પર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ચહલનો કહેર હજુ પણ જોવા મળે છે, પરંતુ હવે તે ઘરેલૂ મેચમાં પોતાનો દમ બતાવે છે. ચહલે વિજય હજારે ટ્રોફી 2023ની એક મેચમાં શાનદાર બોલિંગ કરી છે. ચહલે હરિયાણા માટે બોલિંગ કરીને ઉત્તરાખંડ વિરુદ્ધ 6 વિકેટ લીધી છે.

ઉત્તરાખંડના કેપ્ટનને બતાવ્યો પેવેલિયનનો રસ્તો

ઉત્તરાખંડે હરિયાણા વિરુદ્ધ પ્રથમ બેટિંગ કરીને 207 રન બનાવ્યા હતા. હરિયાણાનો બોલર ચહલ ઉત્તરાખંડ પર ભારે પડ્યો હતો. ચહલે ઉત્તરાખંડના કેપ્ટન જીવનજોત સિંહને 26 રને આઉટ કર્યો હતો. તેમણે આ મેચમાં 10 ઓવરમાં 26 રન આપીને 6 વિકેટ લીધી છે. ચહલે 2 મેડન ઓવર પણ નાખી હતી. ચહલની સાથે સુમિત કુમારે પણ સારી બોલિંગ કરી હતી. સુમિતે 7 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી હતી. રાહુલ તિવેટીયાએ 7.4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી.

જાન્યુઆરી 2023માં રમ્યો છેલ્લી વનડે

ઉલ્લેખનીય છે કે, ચહલ ભારત માટે છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2023માં રમ્યો હતો. સાથે છેલ્લી T-20 મેચ ઓગસ્ટ 2023માં રમ્યો હતો. જો ચહલના ટીમ ઈન્ડિયાના રેકોર્ડને જોવામાં આવે તો, તે ખુબ પ્રભાવી રહ્યો છે. ચહલે 80 T-20 મેચમાં 96 વિકેટ મેળવી છે. સાથે 72 વનડે મેચમાં 121 વિકેટ ઝડપી છે. ચહલનું એક વનડે મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 42 રન આપીને 6 વિકેટ લેવાનું છે.

વર્લ્ડકપમાં ચહલને કરાયો હતો નજરઅંદાજ

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023 માટે ટીમ ઈન્ડિયામાં ચહલને સ્થાન મળ્યું નહતું. વર્લ્ડકપ સમયે ફરી એક વખત ચહલને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. વર્લ્ડકપ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી T-20 સીરિઝમાં પણ ચહલને સ્થાન મળ્યું નથી. ચહલ ફોર્મમાં છે અને અનેક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. આમ છતાં ચહલને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવતો નથી. જો કે, તે ઘરેલૂ મેચ રમે છે.

  • Follow us on: