• ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે મેચ રમાઈ રહી છે
  • કામિન્દુ મેન્ડિસ અને ધનંજય છેલ્લી ઓવરમાં રનઆઉટ
  • આ મેચમાં શ્રેયસ ઐયરે શાનદાર રનઆઉટ કર્યો હતો

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં જ શ્રીલંકાના બે બેટ્સમેન રનઆઉટ થયા હતા. કામિન્દુ મેન્ડિસ અને અકિલા ધનંજય છેલ્લી ઓવરમાં રનઆઉટ થયા હતા. આ ઓવરમાં શ્રેયસ ઐયરના રોકેટ થ્રોથી કામિન્દુ મેન્ડિસની ઇનિંગ્સનો અંત આવ્યો હતો. ઐયરનો થ્રો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

શ્રેયસ ઐયરનો રોકેટ થ્રો

શ્રીલંકાની ઇનિંગની છેલ્લી ઓવર અર્શદીપ સિંહ ફેંકી રહ્યો હતો. અર્શદીપ સિંહની ઓવરના પાંચમા બોલ પર કામિન્દુ મેન્ડિસે લેગ સાઇડ પર શોટ માર્યો હતો. આ દરમિયાન મેન્ડિસે બે રન લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ઐયરે મિડ-વિકેટમાંથી સ્ટમ્પને નિશાન બનાવ્યો. આ દરમિયાન બોલ સીધો સ્ટમ્પ સાથે અથડાયો હતો. આ રન આઉટ જોઈને બધા દંગ થઈ ગયા હતા. શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યા સહિત અન્ય તમામ લોકો ચોંકી ગયા હતા.

શ્રીલંકાની ઈનિંગ

પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમે 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કામિન્દુ મેન્ડિન્સે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 40 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય અવિષ્કાએ 40 રન અને દુનિથ વેલાલાગે 39 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય કુલદીપ યાદવે પણ બે વિકેટ ઝડપી હતી. સિરાજ અને અક્ષરને એક-એક વિકેટ મળી હતી.


  • Follow us on: