• શ્રીલંકા સામે 27 જુલાઈથી T20 અને ODI સિરીઝ શરૂ થશે
  • રોહિત શર્મા આ સિરીઝમાં રચી શકે છે ઈતિહાસ
  • રોહિત 3 છગ્ગા ફટકારીને વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની જશે

શ્રીલંકા સામે 27 જુલાઈથી ક્રિકેટ સિરીઝ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝમાં ઈતિહાસ રચી શકે છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે 3 T20 અને 3 ODI મેચોની સીરીઝ રમશે. રોહિત શર્મા ODI મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે, જ્યારે સૂર્યકુમાર યાદવ ટી-20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. રોહિત શર્મા 2 ઓગસ્ટે શ્રીલંકા સામે શ્રેણીની પ્રથમ વનડે રમશે. તે આ મેચમાં જ નવો રેકોર્ડ બનાવી શકે છે.

3 છગ્ગા ફટકારીને વિશ્વનો નંબર 1 બેટ્સમેન બની જશે

જો આ મેચમાં રોહિત શર્મા 3 સિક્સર ફટકારે છે તો તે આંતરરાષ્ટ્રીય મેચમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની જશે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે અત્યાર સુધીમાં કુલ 231 સિક્સર ફટકારી છે, જ્યારે આ મામલામાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગન નંબર-1 પર છે. ઈયોન મોર્ગને કેપ્ટન તરીકે કુલ 233 સિક્સર ફટકારી છે. એટલે કે 3 સિક્સર માર્યા બાદ રોહિત શર્મા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનનો રેકોર્ડ તોડી નાખશે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટન તરીકે 211 છગ્ગા ફટકાર્યા છે. આ યાદીમાં તે ત્રીજા નંબર પર છે. ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે, જેણે કેપ્ટન તરીકે 171 સિક્સર ફટકારી છે.


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી

  • ઇયોન મોર્ગન- 233
  • રોહિત શર્મા- 231
  • મહેન્દ્ર સિંહ ધોની- 211
  • રિકી પોન્ટિંગ- 171
  • બેન્ડમ મેક્કુલમ- 170
  • વિરાટ કોહલી- 138


  • Follow us on: