• ટીમ ઈન્ડિયા ODI અને T20 સિરીઝ રમવા માટે શ્રીલંકા પહોંચી
  • રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 સિરીઝમાં નહીં હોય
  • જસપ્રીત બુમરાહને આ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો

ટીમ ઈન્ડિયા ODI અને T20 સિરીઝ રમવા માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. આ વખતે ટીમ ઈન્ડિયામાં ઘણો બદલાવ આવ્યો છે, રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 સિરીઝમાં નહીં હોય, આ સિવાય ટીમના કોચ ગૌતમ ગંભીર છે. T20 ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા નહીં પરંતુ સૂર્યકુમાર યાદવ છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં પ્રથમ T20 સીરીઝ રમવા જઈ રહી છે.

રોહિત-વિરાટ કરશે કમબેક

એક તરફ રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 વર્લ્ડકપ 2024 બાદ આ પ્રવાસ માટે ODI સિરીઝમાં વાપસી કરી રહ્યા છે, તો બીજી તરફ ટીમ ઈન્ડિયાનો સૌથી ખતરનાક બોલર જસપ્રીત બુમરાહ આ પ્રવાસ માટે ન તો ODI કે ન તો T20 ટીમમાં છે. જેને લઈને ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું.


બુમરાહને શા માટે આરામ આપવામાં આવ્યો?

જસપ્રીત બુમરાહને શ્રીલંકા પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટીમમાં પરત બોલાવવામાં આવ્યા છે. જે બાદ ચાહકોના મનમાં સવાલ ઉઠી રહ્યો હતો કે બુમરાહને ટીમની બહાર કેમ રાખવામાં આવ્યો છે. જે અંગે નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે જસપ્રીત બુમરાહ એવો બોલર છે જેને દરેક પોતાની ટીમમાં ઈચ્છે છે. આવા બોલર માટે વર્કલોડ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. તેથી, અમે મોટાભાગની મેચો માટે બુમરાહને એકદમ ફ્રેશ રાખવા માંગીએ છીએ અને અમે આ તમામ ઝડપી બોલરો માટે કરવા માંગીએ છીએ.


T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન

જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બુમરાહે પોતાની બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બુમરાહે આ ટૂર્નામેન્ટમાં 15 વિકેટ લીધી હતી. બુમરાહ ટી20 વર્લ્ડકપ 2024 બાદ બ્રેક પર છે.

  • Follow us on: