• ભારતીય ટીમ શ્રીલંકા જવા રવાના થઈ ગઈ છે
  • ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર પણ ટીમ સાથે જોવા મળ્યા
  • એરપોર્ટ પર ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા વાયરલ થઈ છે

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે 3 T20 અને 3 ODI મેચોની ક્રિકેટ સિરીઝ રમવા માટે કોલંબો રવાના થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના નવા કોચ ગૌતમ ગંભીર પણ ટીમ સાથે શ્રીલંકા જવા રવાના થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી શ્રીલંકા સામે 3 ટી-20 મેચની સિરીઝ રમશે. ટી-20 ક્રિકેટ સિરીઝની કમાન નવા કેપ્ટન સૂર્ય કુમાર યાદવના હાથમાં રહેશે. શ્રીલંકા જતા પહેલા કોચ ગૌતમ ગંભીર ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

 

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ

T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત અને સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને ખલીલ અહેમદ.

વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, શિવમ દુબે, રિયાન પરાગ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને ખલીલ અહેમદ.

ભારત-શ્રીલંકા મેચનું શેડ્યુલ

તારીખમેચસમયસ્થળ
27 જુલાઈપહેલી T20સાંજે 7 કલાકેપલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
28 જુલાઈબીજી T20સાંજે 7 કલાકેપલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
30 જુલાઈત્રીજી T20સાંજે 7 કલાકેપલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
2 ઓગસ્ટપહેલી ODIબપોરે 2:30 કલાકેઆર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો
4 ઓગસ્ટબીજી ODIબપોરે 2:30 કલાકેઆર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો
7 ઓગસ્ટત્રીજી ODIબપોરે 2:30 કલાકેઆર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો


  • Follow us on: