• ટીમ ઈન્ડિયા ટુંક સમયમાં શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે
  • ભારતીય ટીમના બોલિંગ કોચની જાહેરાત કરાઇ નથી
  • શું ટીમ ઈન્ડિયા બોલિંગ કોચ વિના શ્રીલંકા પ્રવાસે જશે?

ટીમ ઈન્ડિયા ટુંક સમયમાં શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. થોડા દિવસોમાં ભારતીય ટીમ શ્રીલંકા જવા રવાના થશે. પરંતુ ભારતીય ટીમના નવા બોલિંગ કોચની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. હકીકતમાં, T20 વર્લ્ડકપ 2024 પછી, ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડના કોચિંગ સ્ટાફનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બન્યા છે, પરંતુ હજુ સુધી ટીમના બોલિંગ કોચને લઈને ચિત્ર સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં એક મોટો સવાલ ચાલી રહ્યો છે કે શું ટીમ ઈન્ડિયા બોલિંગ કોચ વિના શ્રીલંકા પ્રવાસે જઈ રહી છે?

બોલિંગ કોચની જાહેરાત ક્યારે થશે?

ટીમ ઈન્ડિયા સોમવારે 22 જુલાઈએ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ રહી છે. આ પહેલા બીસીસીઆઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોચ ગૌતમ ગંભીરની સાથે કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ પણ જોડાઈ શકે છે. આ પ્રેસ કોન્ફરન્સમાં જ ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચની જાહેરાત થઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

આ અનુભવી બોલિંગ કોચની રેસમાં સૌથી આગળ

ટીમ ઈન્ડિયાનો નવો કોચિંગ સ્ટાફ શ્રીલંકા પ્રવાસ પર જવાનો છે. ગૌતમ ગંભીર પણ આ પ્રવાસથી પોતાનો કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે ચાહકોની નજર ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચ પર ટકેલી છે. ભારતીય ટીમના નવા બોલિંગ કોચની રેસમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલનું નામ સૌથી આગળ છે.


અહેવાલો અનુસાર, મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ ઈચ્છે છે કે મોર્કેલ ટીમ ઈન્ડિયાનો નવો બોલિંગ બને. આ પહેલા પણ ગૌતમ ગંભીર અને મોર્ને મોર્કેલ સાથે કામ કરી ચુક્યા છે. આ બંને દિગ્ગજોએ આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે સાથે કામ કર્યું હતું.

  • Follow us on: