• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 મેચની સિરીઝ રમાશે
  • આ સિરીઝમાં ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપાઈ
  • હાર્દિક પંડ્યાને કેપ્ટન ન બનાવવા અંગે સવાલો ઉઠ્યા

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 મેચની સિરીઝ 27 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપી દીધી છે. જો કે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે T20 ક્રિકેટ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હશે. જ્યારથી પસંદગીકારોએ ટીમના નામની જાહેરાત કરી છે ત્યારથી હાર્દિક પંડ્યાને કેપ્ટન ન બનાવવા અને અન્ય ખેલાડીઓની ટીમની પસંદગી અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે.

કોણે નારાજગી વ્યક્ત કરી?

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને બેટિંગ કોચ સંજય બાંગરે હાર્દિક પંડ્યાની જગ્યાએ શ્રીલંકા સામેની આગામી સિરીઝ માટે સૂર્યકુમાર યાદવને ભારતના T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. સંજય બાંગરનું માનવું છે કે T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમની તાજેતરની સફળતામાં પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેને લાગે છે કે આ ઓલરાઉન્ડરની અયોગ્ય અવગણના કરવામાં આવી છે. લોકોને આશા હતી કે હાર્દિક પંડ્યાને ટીમનો આગામી કેપ્ટન બનાવવામાં આવશે.

સંજય બાંગરે શું કહ્યું?

સંજય બાંગરે કહ્યું કે જ્યાં સુધી હાર્દિક T20 ટીમનો કેપ્ટન ના બન્યો તો મને થોડું આશ્ચર્ય થાય છે કારણ કે છેલ્લા T20 વર્લ્ડકપ પહેલા પણ એવું લાગતું હતું કે જો રોહિત કેપ્ટન ન બન્યો હોત અને હાર્દિક કેપ્ટન હોત. તે સમયે ઈજા ન થઈ હોત તો હાર્દિકને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હોત. ભારતીય ટીમે તે દિશામાં આગળ વધવાનું શરૂ કરી દીધું હતું. ને આ અચાનક યુ-ટર્ન થોડો પરેશાન કરે છે. અમે ચોક્કસપણે વાંચ્યું છે કે પસંદગી સમિતિના અધ્યક્ષ અને કોચે હાર્દિક પંડ્યા સાથે વાત કરી છે. હાર્દિક પંડ્યાએ મજબૂત નેતૃત્વ અને રેકોર્ડ પ્રદર્શન બતાવ્યું છે. તેણે 16 ટી20 મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી છે, જેમાં તેણે 10 મેચમાં ટીમને જીત અપાવી છે. તે જ સમયે, સૂર્યકુમાર યાદવે માત્ર 7 મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 5 મેચ જીતી છે.

સૂર્યકુમાર પાસે ક્ષમતા છે પરંતુ હાર્દિકને અન્યાય થયો

સંજય બાંગરે વધુમાં કહ્યું કે એવું નથી કે સૂર્યકુમાર યાદવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા પહેલા ઓછું ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યું છે. તેની પાસે ઘણો અનુભવ છે અને મને લાગે છે કે તે જાણે છે કે ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ કેવી રીતે મેળવવું. સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં કંઈ ખોટું નથી. મને વિશ્વાસ છે કે તે સારું કામ કરશે, પરંતુ મને હજુ પણ લાગે છે કે હાર્દિક સાથે થોડો અન્યાય કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા દુખી થશે

બાંગરે વધુમાં કહ્યું કે પસંદગીકારો અને કોચ ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યાને કેપ્ટન ન બનાવવાનું કારણ જણાવ્યું હશે, પરંતુ હાર્દિક પંડ્યા આ નિર્ણયથી ચોક્કસપણે દુખી થશે. એક ખેલાડી તરીકે તમે હંમેશા સમજો છો કે પસંદગીકારો શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, નવા કોચ શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મને ખાતરી છે કે હાર્દિકને ખૂબ જ દુઃખ થશે કે તેના નામ પર T20 કેપ્ટનશિપ માટે વિચાર કરવામાં આવી રહ્યો નથી.

  • Follow us on: