• શમીએ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની નિવૃત્તિ યોજનાનો ખુલાસો કર્યો
  • એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત IPL ટ્રોફી જીતાડી
  • માહીએ નિવૃત્તિ અંગે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની નિવૃત્તિ યોજનાનો પર્દાફાશ કર્યો. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે (2020માં), પરંતુ તે હજુ પણ IPLમાં રમી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત IPL ટ્રોફી જીતાડનાર એમએસ ધોનીએ 2024માં રમાયેલી ટૂર્નામેન્ટમાં CSKની કમાન સંભાળી ન હતી. માહીએ નિવૃત્તિ અંગે કોઈ ખુલાસો કર્યો નથી.

શમીએ ધોનીના સંન્યાસને લઇ કર્યો મોટો ખુલાસો

આ સિવાય ધોનીએ એ પણ કન્ફર્મ કર્યું નથી કે તે 2025ની IPLમાં રમશે કે નહીં. હવે શમીએ ધોનીના રિટાયરમેન્ટ પ્લાનનો ખુલાસો કર્યો. શમીએ કહ્યું કે જ્યારે તેણે ધોનીને નિવૃત્તિ વિશે પૂછ્યું તો જવાબ મળ્યો કે જ્યારે તમને લાત પડવાની હોય તેવું લાગે ત્યારે તમારે સંન્યાસ લઈ લેવો જોઈએ.

ક્યારે લેવો જોઇએ સંન્યાસ?

શમીએ કહ્યું, "તમે લોકો (મીડિયા) તેના ભવિષ્ય પર સવાલો ઉઠાવી રહ્યા છો. જ્યારે તેણે પોતે કહ્યું હતું કે જોયુ જશે.' માહી ભાઈ સાથેની વાતચીતમાં મેં પૂછ્યું કે ખેલાડીએ ક્યારે સંન્યાસ લેવો જોઈએ, તેણે કહ્યું કે પ્રથમ, જ્યારે તમે પોતે કંટાળી જાઓ છો અને બીજું જ્યારે તમને લાગે છે કે તમને લાત મારવામાં આવશે.

ધોનીના મતે શરીર આપી દે છે સંકેત

શમીએ વધુમાં કહ્યું, "સૌથી પહેલી અને મુખ્ય બાબત એ છે કે જ્યારે તમે રમતનો આનંદ લેવાનું બંધ કરો છો, ત્યારે તે સંકેત છે કે તમારો સમય આવી ગયો છે. તે વધુ સારું છે કે તમે નિવૃત્તિ માટે શ્રેષ્ઠ ક્ષણ પસંદ કરો. કારણ કે જો તમે જાળવવા માટે સક્ષમ ન હોવ તો ચોક્કસ ફોર્મેટ પછી તમારું શરીર તમને કહેવાનું શરૂ કરે છે કે તે સમયે ખેલાડીએ નિર્ણય લેવો જોઈએ.

ધોનીએ ભારતને 3 ICC ટ્રોફી જીતાડી 

તમને જણાવી દઈએ કે ધોની એવો કેપ્ટન છે જેણે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ ICC ટ્રોફી જીતી છે. ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 2007નો T20 વર્લ્ડકપ, ODI વર્લ્ડકપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી હતી.

  • Follow us on: