• ટીમ ઈન્ડિયા 22 જુલાઈએ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થશે
  • શ્રીલંકા પ્રવાસ પર 3 મેચની વનડે અને T20 સિરીઝ રમવાની છે
  •  સાઈરાજ બહુતુલેની વચગાળાના બોલિંગ કોચ તરીકે નિમણૂક

ટીમ ઈન્ડિયા 22 જુલાઈએ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થશે. ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર 3 મેચની વનડે અને T20 સિરીઝ રમવાની છે. આ સિરીઝ માટે સાઈરાજ બહુતુલેને ભારતનો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો મોર્ને મોર્કેલ ભારતના આગામી બોલિંગ કોચ બની શકે છે. જો કે તેઓ શ્રીલંકા સામેની સિરીઝમાં ઉપલબ્ધ રહી શકશે નહીં. આ કારણોસર BCCIએ સાઈરાજ બહુતુલેને વચગાળાના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

1997માં ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું

સાઈરાજ બહુતુલેએ 1997માં ટીમ ઈન્ડિયા તરફથી ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે તેના ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પછી તેમને ત્રણ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. અનિલ કુંબલેની ઈજાના કારણે તેને ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો મોકો મળ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ખરાબ પ્રદર્શનને કારણે તેને ફરીથી પડતો મૂકવામાં આવ્યો હતો. તેણે ભારત માટે બે ટેસ્ટ મેચ રમી છે. જેમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

સાઈરાજ બહુતુલનો સચિન-કાંબલી સાથે સંબંધ

સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીએ 1988માં શારદાશ્રમ વિદ્યામંદિર તરફથી રમતા સ્કૂલ ક્રિકેટની હેરિસ શિલ્ડ ટુર્નામેન્ટમાં 664 રનની અતૂટ ભાગીદારી કરી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે શારદાશ્રમ વિદ્યામંદિર સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સાથે સ્પર્ધામાં ઉતરી હતી. આ મેચમાં સાઈરાજ બહુતુલે સેન્ટ ઝેવિયર હાઈસ્કૂલ તરફથી રમી રહ્યો હતો. આ મેચમાં અન્ય બોલરોની જેમ તેની સામે પણ સચિન અને કાંબલીએ રન બનાવ્યા હતા.

સાઈરાજ બહુતુલે NCAમાં બોલિંગ કોચ

સાઈરાજ બહુતુલે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં બોલિંગ કોચ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતીય ટીમનો સપોર્ટ સ્ટાફ અભિષેક નાયર અને નેધરલેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી રેયાન ટેન ડોશેટ પણ ત્યાં હોઈ શકે છે. માનવામાં આવે છે કે આ સીરીઝ બાદ મોર્કેલ પણ બોલિંગ કોચ તરીકે ટીમ સાથે જોડાઈ શકે છે.

  • Follow us on: