• માથેશા પથિરાનાને જમણા ખભામાં મચકોડ આવ્યો
  • દિલશાન મદુશંકાને ડાબા હાથમાં ઈજા થઈ
  • શ્રીલંકા ક્રિકેટ બોર્ડે 3 ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે સામેલ કર્યા

આવતીકાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI ક્રિકેટ શ્રેણી રમાશે. આ પહેલા T20 ક્રિકેટ સિરીઝમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું અને ક્લીન સ્વીપ કર્યું હતું. હવે વનડે શ્રેણી શરૂ થાય તે પહેલા જ શ્રીલંકાને મોટો ફટકો પડ્યો છે. શ્રીલંકાના 2 દિગ્ગજ ખેલાડીઓ ટીમમાંથી બહાર થયા છે. જાણો ટીમને કેટલું થશે નુકસાન.

કયા 2 ખેલાડીઓ થયા બહાર

શ્રીલંકાની ટીમની વાત કરીએ તો 2 ખેલાડીઓ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. શ્રીલંકાના સ્ટાર બોલર મતિશા પથિરાના અને દિલશાન મદુશંકા ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરતી વખતે દિલશાન મદુશંકાને ડાબા હાથમાં ઈજા થઈ હતી. જ્યારે માથેશા પથિરાનાને જમણા ખભામાં મચકોડ આવ્યો છે. આ બે ખેલાડીઓના સ્થાને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ટીમમાં 3 ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે સામેલ કર્યા છે. તેમાં કુસલ જેનિથ, પ્રમોદ મદુશન અને જેફરી વેન્ડરસે સામેલ છે.

 

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 સિરીઝ જીતી

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 સિરીઝ જીતી લીધી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને સિરીઝ 3-0થી કબજે કરી હતી. હવે ત્રણ મેચની વનડે શ્રેણીનો વારો છે. જે 2જી ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા વાપસી કરશે. જ્યારે વિરાટ કોહલી પણ રમતો જોવા મળશે. ખાસ વાત એ છે કે આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ટ્રમ્પ કાર્ડ જોવા મળશે નહીં.

સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહને સ્થાન મળ્યું નહીં

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની T20 અને ODI સિરીઝ માટે પહેલા જ ટીમની જાહેરાત કરી દીધી હતી. આ ટીમના કેટલાક ખેલાડીઓએ બંને ટીમમાં સ્થાન મેળવ્યું હતું. બંને ટીમમાં રિયાન પરાગ અને શિવમ દુબે સામેલ છે. આશ્ચર્યની વાત એ છે કે સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહને વનડે ટીમમાં તક આપવામાં આવી નથી. સૂર્યા-રિંકુની સાથે હાર્દિક પંડ્યાને પણ આરામ આપવામાં આવ્યો છે.  

શ્રીલંકા સામેની ODIની સંભવિત ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (WK), રિષભ પંત (WK), મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.

શું છે ભારતીય ટીમનું શેડ્યૂલ?

પ્રથમ મેચ 2 ઓગસ્ટે રમાશે. આ પછી બીજી મેચ 4 ઓગસ્ટે અને ત્રીજી મેચ 7 ઓગસ્ટે રમાશે. તમામ મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે. આ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.

  • Follow us on: