- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 અને ODI સિરીઝ રમાશે
- વનડે સિરીઝ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી કોલંબો પહોંચ્યા
- કોલંબોમાં વરસાદના કારણે ટીમ ઈન્ડિયાનું પહેલું પ્રેક્ટિસ સેશન રદ્દ
ભારતીય ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે અને 3 મેચની T20 સિરીઝ રમી રહી છે. જેમાં ભારતીય ટીમે 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ 2 થી 7 ઓગસ્ટ દરમિયાન શ્રીલંકામાં ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝ રમવાની છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ અને હર્ષિત રાણા કોલંબો પહોંચી ગયા છે.
રોહિત અને વિરાટે ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે બાકીના ખેલાડીઓ ટી20 ટીમનો ભાગ નથી. ODI સિરીઝ માટે ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જે T20 આંતરરાષ્ટ્રીય સિરીઝનો પણ ભાગ છે. રોહિત અને વિરાટે T20 વર્લ્ડકપ 2024નું ટાઈટલ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી, તેથી બંને T20 વર્લ્ડકપ પછી ટૂંકા વિરામ બાદ પરત ફર્યા છે.













