• ટીમ ઇન્ડિયા 2 ઓગસ્ટથી શ્રીલંકા સામે ODI સિરીઝ રમશે
  • KL રાહુલ અને રિષભ પંતમાંથી કોણ લીડર હશે?
  • આ સિરીઝમાં રોહિત-કોહલીની થશે વાપસી

ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની ભારતીય ટીમ મેનેજમેન્ટ પાસે આવતીકાલે એટલે કે શુક્રવારથી શ્રીલંકા સામે શરૂ થનારી ત્રણ મેચની ODI આંતરરાષ્ટ્રીય સિરીઝમાં KL રાહુલ અને રિષભ પંતમાંથી કોણ ભારતનું લાંબા ગાળાના લીડર હશે તે નક્કી કરવાની તક હશે. આ સિરીઝમાં નજર કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર પણ રહેશે, જેઓ ટી20 વર્લ્ડ કપમાં જીત બાદ પ્રથમ વખત મેચ રમશે.

કોલંબો વનડે પહેલા ભારત સામે મોટું સંકટ

ભારતીય ટીમ મેનેજમેન્ટ બહારની ચર્ચાઓને ધ્યાનમાં લીધા વિના યોગ્ય ટીમ કોમ્બિનેશન તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે કારણ કે આ સિઝનમાં ચેમ્પિયન્સ ટ્રોફી સહિત કેટલીક મહત્વપૂર્ણ ODI ટૂર્નામેન્ટ્સ યોજાવાની છે. આ સંદર્ભમાં KL રાહુલ vs રિષભ પંતનો મુદ્દો ચોક્કસપણે પ્રાથમિકતા પર રહેશે.

ટીમે ઉકેલવો પડશે આ મોટો મુદ્દો

રિષભ પંત ઈજામાંથી પરત ફર્યો તે પહેલા કેએલ રાહુલે વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકા સારી રીતે નિભાવી હતી. કેએલ રાહુલે વિકેટની આગળ અને વિકેટ પાછળ સારું પ્રદર્શન કર્યું હતું. રાહુલ દ્રવિડની આગેવાની હેઠળની અગાઉની ટીમ મેનેજમેન્ટે તેના પર સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો હતો. પરંતુ હવે જ્યારે રિષભ પંતની વાપસી થઈ છે ત્યારે તે જોવાનું રસપ્રદ રહેશે કે ગૌતમ ગંભીર આ ડાબા હાથના બેટ્સમેનને પ્રાથમિકતા આપે છે કે પછી અગાઉના ટીમ મેનેજમેન્ટની જેમ રાહુલ પર વિશ્વાસ રાખે છે.

આ બંને ખેલાડીઓને લઈને સમસ્યા

જો ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા આ બંને બેટ્સમેનોને પ્લેઈંગ ઈલેવનમાં જાળવી રાખવાનું નક્કી કરે છે, તો તેમણે 50 ઓવરની ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા શ્રેયસ ઐયરને ટીમમાં કેવી રીતે ફિટ કરવા તે અંગે વિચારવું પડશે. આ રીતે જોવામાં આવે તો ભારતીય બેટિંગ ક્રમમાં બે સ્થાન માટે રાહુલ, પંત અને ઐયર વચ્ચે સ્પર્ધા છે. જો ભારત આ ત્રણને ટીમમાં રાખે છે તો તેણે પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરવું પડશે.

રિયાન પરાગનો હાથ ઉપર

ભારત આ પ્રકારનું જોખમ લેવાનું પસંદ કરશે નહીં કારણ કે હાર્દિક પંડ્યા અંગત કારણોસર આ સિરીઝમાં રમી રહ્યો નથી. ભારત છઠ્ઠા નંબરના બેટ્સમેન તરીકે શિવમ દુબે અથવા રિયાન પરાગમાંથી એકને તક આપી શકે છે. આમાં રિયાન પરાગનો હાથ ઉપર હોય તેવું લાગે છે, કારણ કે તેણે તાજેતરમાં શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં પણ બોલરની ભૂમિકા ભજવી હતી. આસામના આ ખેલાડીએ 50 ઓવરની સ્થાનિક સ્પર્ધા દેવઘર ટ્રોફીમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું.

રોહિત અને કોહલી પર નજર 

બીજી તરફ, પાંચ વર્ષ પહેલા ODI મેચ રમનાર દુબેએ શ્રીલંકા સામેની T20 સિરીઝમાં માત્ર એક જ મેચ રમી હતી અને તેમાં પણ તેણે બોલિંગ કરી નહોતી. આ સિવાય ગંભીર રોહિત અને કોહલીના પ્રદર્શન પર પણ નજર રાખશે કારણ કે તેણે 2017માં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ટીમને તૈયાર કરવાની છે. આ બંને ખેલાડીઓએ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ બાદ એક પણ વનડે મેચ રમી નથી અને તેઓ 50 ઓવરના ફોર્મેટમાં શાનદાર પુનરાગમન કરવા માટે ઉત્સુક હશે.

  • Follow us on: