- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI અને T20 સિરીઝ રમાશે
- ટીમ નવા હેડ કોચ ગૌતમ ગંભીરની કોચ તરીકે પ્રથમ સિરીઝ હશે
- ગંભીરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાનો નવો યુગ શરૂ થવાનો છે
ટીમ ઈન્ડિયા હાલ શ્રીલંકાના પ્રવાસે છે. જ્યાં ભારતીય ટીમ નવા હેડ કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ODI અને T20 સિરીઝ રમવા જઈ રહી છે. હવે ગંભીરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાનો નવો યુગ શરૂ થવાનો છે. ગંભીર શ્રીલંકા પ્રવાસથી આગામી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ શરૂ કરવા જઈ રહ્યો છે.
જ્યાં એક તરફ T20 સિરીઝમાં યુવા ટીમ જોવા મળશે તો બીજી તરફ વનડે સિરીઝમાં સિનિયર અને યુવા ખેલાડીઓનું મિશ્રણ જોવા મળશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો કોચ કેવી રીતે સાબિત થશે. જેનો જવાબ એક ઈન્ટરવ્યૂમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પસંદગીકાર સબા કરીમે આપ્યો હતો.













