• મોહમ્મદ શમી હાલમાં ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે
  • શમીના નજીકના મિત્ર ઉમેશ કુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો
  • મોહમ્મદ શમી 19મા માળેથી આત્મહત્યા કરવા માગતો હતો

ODI વર્લ્ડકપ 2023માં ધૂમ મચાવનાર ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. વર્લ્ડકપમાં હોવા છતાં શમીએ હાર ન માની અને અંત સુધી રમ્યો હતો. શમી આ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ હતો. બધા જાણે છે કે શમીનું જીવન કેટલી સમસ્યાઓથી ભરેલું રહ્યું છે. પરંતુ હવે શમીના નજીકના મિત્રએ એક એવી વાતનો ખુલાસો કર્યો છે જે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

'શમી 19મા માળેથી આત્મહત્યા કરવા માગતો હતો'

તાજેતરમાં, એક ઈન્ટરવ્યૂમાં મોહમ્મદ શમીના નજીકના મિત્ર SLA ઉમેશ કુમારે કહ્યું કે જ્યારે શમી પર પાકિસ્તાન સાથે ફિક્સિંગનો આરોપ લાગ્યો ત્યારે તે અંદરથી ખૂબ જ ભાંગી પડ્યો હતો. આ મુશ્કેલ સમયમાં શમી મારા ઘરે રહ્યો હતો. જ્યારે આ આરોપોની તપાસ કરવામાં આવી ત્યારે તે રાત્રે શમીએ કહ્યું કે તે બધું સહન કરી શકે છે પરંતુ તેના દેશ સાથે વિશ્વાસઘાતના આરોપો બિલકુલ નહીં. તે રાત્રે તે આત્મહત્યા કરવા માંગતો હતો.

ઉમેશે વધુમાં જણાવ્યું કે જ્યારે હું રાત્રે પાણી પીવા માટે ઉઠ્યો તો મેં શમીને બાલ્કનીમાં ઉભો જોયો, તે 19મા માળે હતો. હું સમજી શકતો હતો કે તે શું વિચારી રહ્યો હતો, તે રાત શમીના જીવનની સૌથી લાંબી રાત હતી. થોડા દિવસો પછી, શમીને સંદેશ મળ્યો કે તેને પાકિસ્તાન સામે ફિક્સિંગના મામલામાં ક્લીનચીટ મળી ગઈ છે. તે દિવસે શમી ખૂબ જ ખુશ હતો. વર્લ્ડકપ જીત્યા પછી જેટલી ખુશી મળ છે તેનાથી પણ વધુ શમી ખુશ થયો હતો.

 શમીની વાપસી અંગે અપડેટ

ODI વર્લ્ડકપ બાદથી શમી ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. શમીએ તેની સર્જરી પણ કરાવી છે. જો કે હવે શમીએ બોલિંગ પ્રેકટીસ કરવાનું ચાલુ કર્યું છે. નવા હેડ કોચ ગૌતમ ગંભીરે પણ શમીની વાપસી અંગે અપડેટ આપી છે. એવી આશા છે કે શમી બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સિરીઝમાંથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.

  • Follow us on: