- આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
- શુભમન ગિલે 92 બોલમાં 92 રનની ઇનિંગ રમી
- શુભમન ગિલે વર્લ્ડકપમાં બીજી ફિફ્ટી ફટકારી
ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપ 2023ની 33મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટંસમેન શુભમન ગિલે શાનદાર ફિફ્ટી ફટકારી હતી અને કેપ્ટન રોહિત શર્માની વિકેટ વહેલી પડી જતાં ભારતની ઇનિંગ સંભાળી હતી. એટલું જ નહીં આ મેચમાં ખાસ વાત એ હતી કે સારા તેંડુલકર ફરી એકવાર મેદાન પર જોવા મળી હતી. તેણે 92 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી.
શુભમન ગિલ માટે સારા શુભ!
સારા અને શુભમનના સબંધને લઇને ઘણી ચર્ચાએ થાય છે. ત્યારે આ વર્લ્ડકપમાં એક ખાસ સંયોગ જોવા મળ્યો છે કે શુભમને આ વર્લ્ડકપની એકમાત્ર ફિફ્ટી બાંગ્લાદેશ સામે ફટકારી હતી. તે મેચમાં પણ સારા તેંડુલકર શુભમનના કથિત મિત્ર સાથે સ્ટેન્ડમાં જોવા મળી હતી. તે તેના શોટ્સ પર શુભમનને પ્રોત્સાહિત કરતા પણ જોવા મળી હતી. હવે ફરી એકવાર સારા જ્યારે વાનખેડે પહોંચી ત્યારે શુભમન ગીલે ફરી ફિફ્ટી ફટકારી છે. આ પછી સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે. આ પછી ચર્ચા પણ શરૂ થઈ કે શુભમન માટે બધું જ શુભ છે. શુભમન આઉટ થયા પછી પણ ફેન્સે ઉભા થઈને તેનું અભિવાદન કર્યું અને કેમેરામેનનું ખાસ ધ્યાન સારા તેંડુલકર પર હતું.
સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર
આ ઘટના અને ખાસ સંયોગ બાદ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ હતી. ઘણા મીમ્સ વાયરલ થવા લાગ્યા અને લોકો પણ ભારતીય ઓપનર વિશે પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયા પર એક યુઝર્સે લખ્યું કે ગિલ ભાઈના પરફોર્મન્સનું રહસ્ય સારા. કેટલાક લોકોએ શુભમન અને સારાને જોડ્યા અને લખ્યું, હજુ શું કન્ફર્મ નથી થયું? આવા અને સંબંધિત ઘણા મીમ્સ વાયરલ થવા લાગ્યા હતા. અન્ય એક યુઝર્સે લખ્યું કે, શુભમન ગિલ માટે સારા શુભ.
શુભમન ગિલની વાત કરીએ તો તે પહેલીવાર ODI વર્લ્ડકપમાં રમી રહ્યો છે. આ મેચમાં તેણે ટૂર્નામેન્ટની બીજી ફિફ્ટી ફટકારી છે. તેના ફોર્મ પર સવાલો ઉઠી રહ્યા હતા અને કહેવામાં આવી રહ્યું હતું કે આ ભારતીય ટીમનું ટેન્શન છે. પરંતુ હવે ગિલે વર્તમાન ટૂર્નામેન્ટમાં પોતાની બીજી ફિફ્ટી સાથે આ તણાવ દૂર કર્યો છે.