• શુભમન ગિલે ODI ફોર્મેટમાં બે હજાર રન પૂરા કર્યા
  • શુભમન ગિલે 38 ઇનિંગ્સમાં આ સિદ્ધી હાંસલ કરી
  • શુભમન ગિલે સૌથી ઝડપી બે હજાર રન પૂરા કર્યા

ભારતીય બેટ્સમેન શુભમન ગિલે ઈતિહાસ રચી દીધો છે. યંગ ગિલ ODI ફોર્મેટમાં સૌથી ઝડપી બે હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા આ ખાસ સિદ્ધિ સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હાશિમ અમલાના નામે નોંધાયેલી હતી. પૂર્વ આફ્રિકન ક્રિકેટરે ODI ફોર્મેટમાં 40 ઇનિંગ્સમાં 2 હજાર રન પૂરા કર્યા હતા. ગિલે 38 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.

ગિલે બે હજાર રન પૂરા કર્યા

ભારતીય ઓપનિંગ બેટ્સમેને ODI ફોર્મેટમાં સૌથી ઝડપી બે હજાર રન પૂરા કરવામાં હાશિમ અમલાને પાછળ છોડ્યો છે. આ સાથે રાસી વાન ડેર ડુસેન, પૂર્વ ઈંગ્લેન્ડ ક્રિકેટર કેવિન પીટરસન અને પાકિસ્તાનના વર્તમાન કેપ્ટન બાબર આઝમને પણ પાછળ છોડી દીધા છે. ડ્યુસેન, પીટરસન અને બાબરે અનુક્રમે 45- 45 ઇનિંગ્સમાં ODI ફોર્મેટમાં બે હજારનો આંકડો હાંસલ કર્યો હતો.

ઝડપી બે હજાર રન બનાવનાર ખેલાડી

ODI ફોર્મેટમાં સૌથી ઝડપી બે હજાર રન બનાવવાના મામલે પ્રથમ સ્થાને શુભમન ગિલ છે. શુભમન ગિલે આ સિદ્ધી 38 ઇનિંગ્સમાં મેળવી હતી. આ યાદીમાં બીજા સ્થાને સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર હાશિમ અમલા છે. અમલાએ 40 ઇનિંગ્સમાં બે હજારમાં પૂર્ણ કર્યા છે. જ્યારે રાસી વાન ડેર ડુસેન, કેવિન પીટરસન અને બાબર આઝમએ 45 ઇનિંગ્સમાં બે હજાર રન પૂરી કર્યા છે.

આજની મેચમાં ગિલનું પ્રદર્શન

ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ્સની શરૂઆત કરતા શુભમન ગિલ 83.87ની સ્ટ્રાઇક રેટથી 31 બોલમાં 5 બાઉનડ્રી સાથે 26 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલને લોકી ફર્ગ્યુસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ મેચમાં 273 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને ભારતને જીતવા માટે 274 રનનો ટાર્ગેટ આપ્યો છે.

 

  • Follow us on: