- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડકપની 17મી મેચ
- શુભમન ગિલે કર્યો શાનદાર કેચ
- ગિલનો કેચ જોઈને સારા તેંડુલકર ખુશ થઈ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડકપ 2023ની મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની આ ચોથી મેચ છે પરંતુ શુભમન ગિલ માટે ટૂર્નામેન્ટની બીજી મેચ છે. આ મેચ જોવા માટે પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ આવી છે. આ દરમિયાન શુભમન ગિલના કેચ પછી સારા તેંડુલકરની પ્રતિક્રિયા વાયરલ થઈ હતી. જેમાં સારા ખૂબ જ ખુશ દેખાતી હતી.
ગિલના કેચ પર સારા થઈ ખુશ
ગિલે ઈનિંગની 38મી ઓવરમાં શાર્દુલ ઠાકુરની બોલિંગ પર તૌહિદ હ્રદયનો કેચ કર્યો હતો. આ કેચનો વીડિયો ICCએ શેર કર્યો છે. શાર્દુલે ઓવરનો બીજો બોલ શોર્ટ નાખ્યો હતો, જેને બેટ્સમેને લેગ સાઇડ પર મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેટના ઉપરના ભાગમાં આવતા શુભમન ગિલના હાથમાં કેચ ગયો હતો.
https://www.instagram.com/reel/CylC6vVvcXQ/?utm_source=ig_embed&ig_rid=8eb98497-b906-4ab4-9da3-fafa72e62ba6
તૌહીદ હૃદોયનો કર્યો કેચ
ગિલના આ કેચ બાદ સોશિયલ મીડિયા પર સારાની પ્રતિક્રિયા વાયરલ થઈ રહી છે. વાયરલ પ્રતિક્રિયામાં સારા તેંડુલકર ખુશી સાથે તાળીઓ પાડતી જોવા મળી રહી છે. આ કેચ દ્વારા બાંગ્લાદેશે ઈનિંગની પાંચમી વિકેટ ગુમાવી અને તૌહીદ હૃદોય 35 બોલમાં 16 રન કરીને આઉટ થયો હતો.
બાંગ્લાદેશે બનાવ્યા 256 રન
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 256 રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનર લિટ્ટન દાસે 82 બોલમાં 56 રન બનાવ્યા હતા. લિટ્ટન દાસે પોતાની આ ઈનિંગમાં 7 ફોર ફટકાર્યા હતા. આ ઉપરાંત સાથી ઓપનર તંજીદ હસને 5 ફોર અને 3 સિક્સની મદદથી 43 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. ભારત માટે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી છે, જ્યારે શાર્દુલ અને કુલદીપને 1-1 સફળતા મળી છે.