- પાકિસ્તાન સામે ભારતે જીત્યો ટોસ
- ટોસ જીતીને ભારતે બોલિંગ પસંદ કરી
- શુભમન ગિલની ટીમમાં એન્ટ્રી, ઈશાન કિશનને અપાયો આરામ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023નું ધમાસાન શરૂ થયું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કર્યો છે. ભારતીય ટીમમાં સ્ટાર ઓપનર શુભમન ગિલની વાપસી થઈ છે, જ્યારે પાકિસ્તાને પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
રોહિત શર્માએ ટોસ બાદ શું કહ્યું?
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ કહ્યું કે, અમે પ્રથમ બોલિંગ કરશું. આ સારી પિચ લાગી રહી છે. અમારી પ્લેઈંગ ઈલેવનમાં વધુ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈશાન કિશનની જગ્યાએ ગિલ ટીમમાં પરત આવ્યો છે. ઈશાન માટે ખરાબ લાગી રહ્યું છે, પરંતુ છેલ્લા 1 વર્ષમાં ગિલનો રેકોર્ડ શાનદાર છે. ખાસ કરીને આ ગ્રાઉન્ડ પર ગિલની જરૂર છે.
બાબર આઝમે શું કહ્યું?
ટોસ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે, અમે પણ પહેલાં બોલિંગ કરવાનું વિચારતા હતા.અમે અમારી ગત 2 મેચ જીત્યા છીએ. અમે સારી લયમાં છીએ. અમારો આત્મવિશ્વાસ ઉંચો છે. અમારી ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
ભારત-રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ.
પાકિસ્તાન-અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ-હક, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહમદ, શાબાદ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન અફરીદી, હારિસ રઉફ
અપડેટ ચાલુ છે....