• આજે વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ
  • ભારત અને પાકિસ્તાની ટીમ આવશે આમને-સામને
  • પાકિસ્તાન સામે વિરાટનો રેકોર્ડ શાનદાર

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023ની હાઇ વોલ્ટેજ મેચ રમવામાં આવશે. આ મેચને લઈને મેદાનની બહારનું વાતાવરણ પહેલાથી જ ગરમ થઈ ગયું છે, ત્યારે કેટલાક આંકડા પણ બહાર આવવા લાગ્યા છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની નજર તેના સૌથી અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે. વિરાટે વર્લ્ડકપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પ્રથમ 2 મેચમાં ફિફ્ટી ફટકારી છે.

વર્લ્ડકપ 2023માં વિરાટનું શાનદાર ફોર્મ

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 85 રન અને અફઘાનિસ્તાન સામે અણનમ 55 રનની ઈનિંગ રમી હતી. હવે ત્રીજી મેચમાં પાકિસ્તાનની ટીમ રન મશીન કોહલી સામે ટકરાશે જેની સામે તેનો રેકોર્ડ ઘણો શાનદાર છે. કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ વનડે ફોર્મેટ, વનડે વર્લ્ડકપ અને ICC ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેથી કોહલીના આંકડાઓ બાબર આઝમની સેનાનો તણાવ વધારી શકે છે. ગત વર્ષે T20 વર્લ્ડકપ 2022માં વિરાટે મેલબોર્નના મેદાન પર પાકિસ્તાનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. જે બાદ તાજેતરમાં એશિયા કપ દરમિયાન તેની સદી પણ શાનદાર હતી.

વિરાટના આંકડા પાકિસ્તાન માટે ખતરનાક

  • વિરાટ કોહલીએ ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે કુલ 625 રન બનાવ્યા
  • 15 વનડે ઈન્ટરનેશનલ મેચોમાં વિરાટે પાકિસ્તાન સામે 55.17ની એવરેજથી 662 રન બનાવ્યા છે
  • વિરાટે 2015 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે 107 રન બનાવ્યા હતા
  • વનડે વર્લ્ડકપની 3 મેચમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ 64.33ની એવરેજથી 193 રન બનાવ્યા હતા

વિરાટ કોહલીનો વનડે રેકોર્ડ

વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં 283 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેની 271 ઈનિંગ્સ વિરાટે 13 હજાર 223 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં વિરાટના નામે 47 સદી અને 68 ફિફ્ટી છે. વનડેમાં વિરાટની એવરેજ 57.74 અને સ્ટ્રાઈક રેટ 93થી વધુ છે. વિરાટનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રન છે.

  • Follow us on: