• આજે વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ
  • ભારત અને પાકિસ્તાનની ટીમ આવશે આમને-સામને
  • બાબર આઝમ ભારતીય બોલર્સ સામે નથી બનાવી શકતો રન

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની હાઈ વોલ્ટેજ મેચ રમવામાં આવશે. ભારત અને પાકિસ્તાન બંને ટીમ વર્લ્ડકપની 2-2 મેચ જીતી છે. જેથી આજની મેચમાં બંને ટીમ જીતવાનો પ્રયાસ કરશે. પાકિસ્તાનની શરૂઆતી બંને મેચમાં એક તરફ અન્ય બેટ્સમેનો શાનદાર ફોર્મમાં હતા, ત્યારે કેપ્ટન બાબર આઝમનું ફોર્મ નિરાશાજનક સાબિત થયું છે. આવી સ્થિતિમાં આજની મેચમાં પાકિસ્તાનના કેપ્ટન પર પ્રેસર હશે. જો કે, ભારત વિરુદ્ધ બાબર આઝમનું પ્રદર્શન બહુ ખરાબ છે.

ભારતીય બોલરો સામે બાબર લાચાર

બાબર આઝમે ટીમ ઈન્ડિયા સામે 7 વનડે મેચ રમી છે. જેની 6 ઈનિંગમાં બાબરે માત્ર 168 રન બનાવ્યા છે. પાકિસ્તાનનો કેપ્ટન ભારત વિરુદ્ધ હજુ એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. ભારત વિરુદ્ધ વનડેમાં બાબર આઝમનો હાઈએસ્ટ સ્કોર 48 રન છે. ભારત સામે બાબર આઝમની સરેરાશ માત્ર 28.00 છે. જે અન્ય ખેલાડીની સરખામણીએ ખુબ ઓછી છે.

બાબર આઝમનું આંતરરાષ્ટ્રીય કરિયર

બાબર આઝમ અત્યાર સુધીમાં કુલ 110 મેચ રમ્યો છે. જેમાં બાબરે 5 હજાર 424 રન બનાવ્યા છે. પાકિસ્તાનના કેપ્ટને આ સમયગાળા દરમિયાન 19 સદી અને 28 ફિફ્ટી ફટકારી છે. આ દરમિયાન બાબરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 158 રન છે.

વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર ઝમાન, ઈમામ ઉલ-હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, સલમાન અલી આગા, સઈદ શકીલ, એમ નવાઝ, શાહીન શાહ આફરીદી, હારિસ રઉફ, હસન અલી, ઉસામા મીર અને વસીમ જુનિયર

  • Follow us on: