- આવતીકાલે વર્લ્ડકપની હાઈ વોલ્ટેજ મેચ રમાશે
- ભારત અને પાકિસ્તાનની ટીમ આવશે આમને-સામને
- ભારતીય ફેન્સે BCCIની કરી ટીકા
ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોમાંચક મેચ રાશે. આ મેચ પહેલાં આજે BCCIએ ટ્વીટર પર જાહેરાત કરી કે, અરિજિત સિંહ, શંકર મહાદેવન અને સુખવિંદર સિંહ પ્રદર્શન કરશે. ક્રિકેટ બોર્ડના ટ્વીટ પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક લોકો આ જાહેરાત બાદ ટીકા કરીને આ પ્રદર્શનને નાટક પણ કહી રહ્યા છે.













