• આવતીકાલે વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ રમાશે
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની ટીમ આવશે આમને-સામને
  • ભારત-પાકિસ્તાનની મેચમાંથી કમાણી કરવા ખાનગી કંપનીઓનો નવો કિમિયો

આવતીકાલે વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આવતીકાલે આમને-સામને આવશે. આ મેચ જોવા માટે સમગ્ર દુનિયામાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ આવશે, ત્યારે અમદાવાદની હોટલના રૂમ મોંઘા થયા છે. જેથી ખાનગી કંપનીઓએ ભારત-પાકિસ્તાનની મેચમાંથી કમાણી કરવા માટે નવો કિમિયો અપનાવ્યો છે.

ખાનગી કંપનીઓએ શું કર્યું?

ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝને લઈ અમદાવાદની હોટેલના રૂમ મોંઘા થયા છે. જેથી ખાનગી કંપીનીએ કમાણી કરવા માટે નવો કિમિયો કર્યો છે. ખાનગી કંપનીએ મોંઘા હોટેલ રૂમના ભાડાથી બચાવા કેમ્પર વાન તૈયાર કરી છે. ખાનગી કંપની કોમ્પિટિશન થકી આ કેમ્પર વાન કસ્ટમરને ઓફર કરી રહી છે. આ વાનમાં તમામ સુવિધા મળશે. આ વેન ડબલ બેડ,સોફા કમ બેડ,વોશરૂમ,ટીવી, AC અને કિચનથી સજ્જ છે. સાથે 4 લોકો વેનમાં રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. કંપીએ 40 લોકોના રહેવા માટે આવી 10 કેપ્પર વેન તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પ્રથમ વખત આટલા મોટા પાયે કેમ્પર વાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બાબર આઝમે પત્રકાર પરિષદને સંબોધન કર્યું

ભારત અને પાકિસ્તાન મેચ પહેલાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝામે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં બાબરે રેકોર્ડ અંગે વાત કરતા કહ્યું કે, ‘વર્લ્ડકપમાં ભારત સામેનો 7-0ના રેકોર્ડનું ટીમ પર કોઇ પ્રેસર હશે નહીં. કારણ કે, તમામ રેકોર્ડ તૂટવા માટે જ હોય છે. આવતીકાલે વર્લ્ડકપ રેકોર્ડ તોડવા માટે રમીશું. મેચના પ્રેસર અંગે બાબર આઝમે કહ્યું કે, મોટા ક્રાઉડ સામે રમવાનો અમને અનુભવ છે તેથી અમે બિલકુલ પ્રેસર અનુભવશું નહીં. અમને વિશ્વાસ છે કે, હૈદરાબાદની જેમ અમને અમદાવાદમાં પણ સપોર્ટ મળશે.

  • Follow us on: