- આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ
- બંને ટીમ વર્લ્ડકપમાં 80 મેચ રમી છે
- પાકિસ્તાન કરતાં ભારતની જીતના ટકા વધુ
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવામાં હવે 24 કલાકનો પણ સમય બાકી નથી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ બંને દેશ વચ્ચે ટક્કર થશે. આવતીકાલે થનારી આ મેચ માટે બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આવતીકાલે આ બંને વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમવામાં આવશે. જે નિહાળવા માટે અમિતાભ બચ્ચન અને રજનીકાંત જેવા સુપર સ્ટાર્સ અમદાવાદમાં આવશે.
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો જીતનો રેકોર્ડ 65%
ભારતીય ટીમ અત્યાર સુધી વર્લ્ડકપમાં કુલ 86 મેચ રમી છે. જેમાંથી 55 મેચમાં જીત અને 29 મેચમાં હાર થઈ છે. આ ઉપરાંત 1 મેચ ડ્રો રહી છે. આવી રીતે ભારતીય ટીમ 65.29% મેચ જીતી છે. ભારતીય ટીમ અત્યાર સુધી 2 વખત વર્લ્ડકપ જીતી છે. પ્રથમ વખત 1983 અને બીજી વખત 2011માં ટીમે ખિતાબ પોતાના નામે કર્યો છે.
પાકિસ્તાનની જીતનો રેકોર્ડ 60%થી ઓછો
પાકિસ્તાનની જીતનો રેકોર્ડ ભારતથી ઓછો છે. પાકિસ્તાની ટીમ અત્યાર સુધી વર્લ્ડકપમાં કુલ 81 મેચ રમી છે. જેમાંથી પાકિસ્તાની ટીમની 47 મેચમાં જીત અને 32 મેચમાં હાર થઈ છે. આ ઉપરાંત 2 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. આ પ્રકારે પાકિસ્તાની ટીમની જીત 59.49% રહી છે. પાકિસ્તાનની ટીમ માત્ર 1 વખત ચેમ્પિયન બની શકી છે. વર્લ્ડકપ 1992માં ઈમરાન ખાનના નૈતૃત્વવાળી પાકિસ્તાની ટીમે વર્લ્ડકપ જીત્યો હતો.
વર્લ્ડકપમાં બંને ટીમ 7 વખત આમને-સામને આવી
વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમે 80-80થી વધુ મેચ રમ્યા છે. જેમાં 7 વખત આ બંને ટીમ એકબીજાના આમને-સામને આવી છે. આ 7 મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. એટલે કે, વર્લ્ડકપમાં હેડ ટૂ હેડના રેકોર્ડ મામલે ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન વિરુદ્ધ જીતનો રેકોર્ડ 100% છે.