• 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન આવશે આમને-સામને
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને વચ્ચે રમાશે મેચ
  • મેચ પહેલાં શુભમન ગિલ અમદાવાદ આવ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે અમદાવાદમાં મેચ રમવામાં આવશે. વર્લ્ડકપ 2023ના આ મેચની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. આ મેચમાં શુભમન ગિલ રમતો જોવા મળી શકે છે. ગિલને ડેન્ગ્યૂ થયો હતો. જેના કારણે ગિલ ટીમ ઈન્ડિયાની શરૂઆતી 2 મેચ રમ્યો નહતો. એક રિપોર્ટ અનુસાર, ગિલ અમદાવાદ પહોંચી ગયો છે અને તે ટુંક સમયમાં પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. જો કે, આને લઈને હજુ સુધી કોઈ પ્રકારની અધિકૃત માહિતી સામે આવી નથી.

ગિલ પહોંચ્યો અમદાવાદ

મળતી માહિતી મુજબ, શુભમન ગિલ અમદાવાદ પહોંચી ગયો છે અને ટુંક સમયમાં પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. ગિલના પ્લેટલેટ કાઉન્ટ ઓછા થયા હતા. આ કારણે તે ભારતીય ક્રિકેટ ટીમ સાથે દિલ્હી ગયો નહતો. ગિલ ચેન્નઈથી સીધો અમદાવાદ પહોંચ્યો છે. ભારત દિલ્હીમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રમ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમની 8 વિકેટે જીત થઈ હતી. હવે પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમ મેચ રમશે. ગિલ આ મેચના માધ્યમથી મેદાનમાં વાપસી કરી શકે છે. ગિલ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રમ્યો નહતો.

ગિલે વનડેમાં 1 હજાર 917 રન બનાવ્યા

ઉલ્લેખનીય છે કે, શુભમન ટીમ ઈન્ડિયાનો શ્રેષ્ઠ ખેલાડી છે. અનેક મેચમાં ગિલે શાનદાર પ્રદર્શન કર્યું છે. ગિલે અત્યાર સુધી 35 વનડે મેચ રમી છે. જેમાં ગિલે 1 હજાર 917 રન બનાવ્યા છે. તેમણે આ દરમિયાન 6 સદી અને 9 ફિફ્ટી ફટકારી છે. ગિલનો સર્વશ્રેષ્ઠ વનડે સ્કોર 208 રન છે. તે બેવળી સદી પણ ફટકારી ચૂક્યો છે. શુભમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ઈંદોર વનડેમાં સદી ફટકારી હતી. આ પહેલાં મોહાલીમાં 74 રનની ઈનિંગ રમી હતી. જો તે ફિટ થઈે મેદાનમાં પરત ફરશે, તો તે ભારત માટે મોટો પ્લેસ પોઈન્ટ હશે.

  • Follow us on: