• 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
  • ભારતીય ટીમને મોહમ્મદ રિઝવાનથી સાવધાન રહેવાની જરૂર

વર્લ્ડકપ 2023માં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને આવશે, ત્યારે ટીમ ઈન્ડિયા માટે બાબર આઝમ નહીં પરંતુ મોહમ્મદ રિઝવાન સૌથી મોટો ખતરો હશે. કારણ કે, તાજેતરમાં મોહમ્મદ રિઝવાબ શાનદાર ફોર્મમાં છે. રિઝવાને છેલ્લી 5 વનડે ઈનિંગ ચાર મોટી ઈનિંગ રમી છે. તેનાથી વિપરીત, બાબર આઝમે તેની છેલ્લી 5 ઈનિંગમાં એક પણ ફિફ્ટી ફટકારી નથી.

350ની એવરેજથી બનાવ્યા રન

બાબર આઝમે 10 ઓક્ટોબરે શ્રીલંકા સામે મેચમાં અણનમ 131 રન બનાવ્યા હતા. આ ઈનિંગની મદદથી પાકિસ્તાન વર્લ્ડકપ ઈતિહાસના સૌથી મોટા ટાર્ગેટનો પીછો કરવામાં સફળ રહ્યું હતું. આ પહેલા પણ રિઝવાને 6 ઓક્ટોબરે વર્લ્ડકપ 2023ની પોતાની પ્રથમ મેચમાં 68 રન બનાવ્યા હતા. આ પહેલા એશિયાકપ દરમિ રિઝવાને 3 ઈનિંગમાં 2 ફિફ્ટી ફટકારી હતી. રિઝવાને કોલંબોમાં શ્રીલંકા સામે 86 રનની અણનમ ઈનિંગ રમી અને લાહોરમાં બાંગ્લાદેશ સામે અણનમ 63 રન બનાવ્યા હતા. આવી રીતે મોહમ્મદ રિઝવાને છેલ્લી 5 ઈનિંગમાં 350ની બેટિંગ એવરેજથી રન બનાવ્યા છે.

બાબર આઝમ છેલ્લી 5 ઈનિંગમાં ફ્લોપ

બીજી બાજુ બાબર આઝમ તેની છેલ્લી પાંચ ઈનિંગ એકવાર પણ 30 રનના આંકડાને સ્પર્શી શક્યો નથી. આ સમયગાળા દરમિયાન બાબરે વર્લ્ડકપની 2 મેચ અને એશિયા કપની 3 મેચમાં અનુક્રમે 10, 5, 29, 10 અને 17 રનની ઈનિંગ રમી હતી. એટલે કે, છેલ્લી 5 ઈનિંગમાં બાબરની બેટિંગ એવરેજ માત્ર 14 રહી છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે, ટીમ ઇન્ડિયા માટે વાસ્તવિક પડકાર બાબર નહીં પરંતુ રિઝવાન બનશે.

આ પાકિસ્તાની બેટ્સમેનો પણ બનાવી શકે સારા રન

શફીકે છેલ્લી વનડેમાં 113 રન બનાવીને પાકિસ્તાન માટે ઓપનિંગ જોડીની સમસ્યાને ઘણી હદ સુધી હલ કરી દીધી છે. ભારત સામે તેને ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવામાં આવશે તે નિશ્ચિત છે. શફીકની સાથે સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ અને શાદાબ ખાન પણ સતત ઝડપી રન બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ બેટ્સમેન ચોક્કસપણે ભારતીય બોલરો માટે પડકાર બની શકે છે.

  • Follow us on: