• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
  • પાકિસ્તાનની ટીમનું ભારતમાં થયું આગમન

ICC વનડે વર્લ્ડકપ 2023 માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારત આવી ગઈ છે. બુધવારે રાત્રે પાકિસ્તાનની ટીમ ભારત આવી છે. આ પહેલાં પાકિસ્તાન છેલ્લે વર્ષ 2016માં T-20 વર્લ્ડકપ રમવા માટે ભારત આવી હતી. જેથી પાકિસ્તાનની ટીમ 7 વર્ષ બાદ રમવા માટે ભારત આવી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમ વનડે વર્લ્ડકપમાં ભારત વિરુદ્ધ એક પણ મેચ જીત્યું નથી, પરંતુ શું તમે આ બંને ટીમ વચ્ચે ભારતમાં રમવામાં આવેલી કુલ વનડે મેચનાં આંકડા અંગે જાણો છો? ચાલો જાણીએ કે, ભારતની મેજબાનીમાં પાકિસ્તાની ટીમ કેટલી મજબૂત છે.

પાકિસ્તાની ટીમ ભારતમાં 23 વનડે મેચ રમી

પાકિસ્તાને ભારતની મેજબાનીમાં ઈન્ડિયા વિરુદ્ધ પ્રથમ વનડે મેચ 10 સપ્ટેમ્બરે રમી હતી. આ દરમિયાન બંને વચ્ચે 2 મેચ રમવામાં આવી હતી. આ બંને મેચમાં ભારતની જીત થઈ હતી. ભારતની મેજબાનીમાં બંને દેશ વચ્ચે અત્યાર સુધી 23 વનડે મેચ રમવામાં આવી છે. જેમાં 14 મેચમાં પાકિસ્તાનની જીત થઈ હતી, જ્યારે ભારતની 9 મેચમાં જીત થઈ હતી. જેથી ભારતે પાકિસ્તાનની ટીમને નબળી સમજવાની ભૂલ કરવી જોઈએ નહીં.

પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો સર્વશ્રેષ્ઠ સ્કોર

બંને દેશ વચ્ચે અત્યાર સુધી 133 મેચ રમવામાં આવી છે. જેમાં 73 મેચમાં પાકિસ્તાનની, જ્યારે 55 મેચમાં ભારતની જીત થઈ છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વર્ષ 2004-05માં વિશાખાપટ્ટનમમાં સૌથી વધુ 356 રનનો સ્કોર કર્યો હતો. જે બાદ ભારતે એશિયા કપ 2023માં પાકિસ્તાન વિરુદ્ધ 2 વિકેટના નુકસાને 356 રન બનાવ્યા હતા.

  • Follow us on: