• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વખતે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
  • ભારત પાકિસ્તાની ખેલાડીઓને આપશે વીઝા

આ વર્ષે ભારતમાં વનડે વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. આ તમામ વચ્ચે બાબાર આઝમના નૈતૃત્વવાળી પાકિસ્તાની ક્રિકેટ ટીમને વીઝા અંગે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આજે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વીઝા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ નક્કી થયેલા શિડ્યૂલ મુજબ પાકિસ્તાન ક્રિકેટ ટીમને આજે ભારત આવવાનું હતું, પરંતુ આજે બાબર આઝમની ટીમ ભારત આવી શકી નથી.

પાકિસ્તાની ટીમ ભારત ક્યારે આવશે?

મીડિયા રિપોર્ટસ અનુસાર, આજે પાકિસ્તાનમાં ભારતીય એમ્બેસીને નો ઓબ્ઝેક્શન સર્ટિફિકેટ મળી જશે. જે બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વીઝા જાહેર કરવામા આવશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમને નક્કી થયેલા સમય પર વીઝા મળ્યા નથી. જેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC પાસે પોતાની વાત રાખી હતી. ICCએ BCCI સાથે હસ્તક્ષેપ કરી સમસ્યાનું સમાધાન કરવા આશ્વાસન આપ્યું હતું. જો કે, હવે સમસ્યાનું સમાધાન થયું છે. જેથી બાબર આઝમની ટીમનો વર્લ્ડકપ માટે ભારત આવવાનો રસ્તો સાફ થઈ જશે.

વર્લ્ડકપમાં પાકિસ્તાનનું શિડ્યૂલ શું છે?

પાકિસ્તાન ક્રિકેટ ટીમ નેધરલેન્ડ વિરુદ્ધ મેચ રમીને પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમવામાં આવશે. જે બાદ બાબર આઝમની ટીમ પોતાની બીજી વર્લ્ડકપ મેચમાં શ્રીલંકા સામે હશે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 10 ઓક્ટોબરે મેચ રમવામાં આવશે, જ્યારે ભારત અને પાકિસ્તાન 14 ઓક્ટોબરે આમને-સામને આવશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.

  • Follow us on: