• અમદાવાદ આવતી ફ્લાઈટની કિંમતમાં વધારો
  • 13થી 15 ઓક્ટોબર દરમિયાન કિંમતમાં વધારો
  • ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાશે મેચ

ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023ને લઈ ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચને લઈ અમદાવાદની હોટલ્સની કિંમત લાખો રૂપિયા થઈ છે. આ દરમિયાન હવાઈ યાત્રા પણ મોંઘી થઈ છે. ભારત-પાકિસ્તાન મેચને લઈ ફ્લાઈટની કિંમતમાં 415% નો વધારો થયો છે.

અમદાવાદ આવતી ફ્લાઈટની કિંમતમાં વધારો

સમગ્ર દેશના મુખ્ય શહેરથી અમદાવાદ આવનારી ફ્લાઈટની કિંમત 100થી 415% સુધી વધી છે. રિપોર્ટ્સ અનુસાર, જો તમે 25-30 દિવસ પહેલાં તમારી ટિકિટ બુક કરશો, તો લખનઉ, મુંબઈ, દિલ્લી, ચંદીગઢ, જયપુર, કોલકાતા જેવા ડેસ્ટિનેશન્સથી તમારે વધુ કિંમત ચૂકવવી પડશે.

ફ્લાઈટની કિંમતમાં કેટલો વધારો થયો?

અગાઉ ચંદીગઢથી અમદાવાદ માટે 20થી 25 દિવસ પહેલાં ટિકિટ બુક કરવા પર 8 હજાર 500 રૂપિયા કિંમત હતી. જે હવે વધીને 13-15 ઓક્ટોબર માટે 43 હજાર 833 રૂપિયા થઈ છે. સાથે જયપુરથી રુટીન 8 હજાર રૂપિયા સુધી વસૂલાતી કિંમત 13થી 15 ઓક્ટોબર દરમિયાન 31 હજાર 682 રૂપિયા થઈ છે. આ જ પ્રકારે લખનઉથી સામાન્ય દિવસોમાં અમદાવાદ આવવા માટે 10 હજાર રૂપિયા સુધીનું ભાડું હતું. જે 13થી 15 ઓક્ટોબર દરમિયાન 37 હજાર 457 રૂપિયા થયું છે.

હોટલ્સ પણ મોંઘી 

ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદ જવું મોંઘુ પડશે. અમુક હોટલ્સ આ દિવસે અંદાજે 80 હજાર રૂપિયામાં રૂમ આપશે. જો કે, હવાઈ ભાડું અન્ય મેચ અથવા ક્વોલીફાયર અને ફાઈનલ મેચના દિવસે એટલું મોંઘું નથી, જેટલું ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન છે. ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી મેચ જોવા માટે દુનિયાભરના ફેન્સ અમદાવાદ આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ મેચ માટે ફેન્સમાં જોરદાર ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વનડે વર્લ્ડકપની 4 મેચ રમવામાં આવશે.

અમદાવાદમાં યોજાનારી મેચ

ટીમ તારીખ
ઈંગ્લેન્ડ VS ન્યૂઝીલેન્ડ 5 ઓક્ટોબર
ઈન્ડિયા VS પાકિસ્તાન 14 ઓક્ટોબર
ઈંગ્લેન્ડ VS ઓસ્ટ્રેલિયા 4 નવેમ્બર
સાઉથ આફ્રિકા VS અફઘાનિસ્તાન 10 નવેમ્બર
ફાઈનલ મેચ 19 નવેમ્બર

  • Follow us on: