- PCBએ BCCIને મોકલ્યો પ્રસ્તાવ
- પાકિસ્તાન ગાંધી-જિન્ના ટ્રોફીનું કરવા માગે છે આયોજન
- દરવર્ષે આ ટ્રોફી અંતર્ગત મેચ યોજવાનું પાકિસ્તાનનું આયોજન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને એક પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દરવર્ષે દ્વિપક્ષીય સીરિઝનું આયોજન કરવાની રજૂઆત કરવામાં આવી છે. PCBના ચેરમેન જકા અશરફે સોમવારે આ માહિતી આપી છે.
જકા અશરફે શું કહ્યું?
જકા અશરફે કહ્યું કે, મેં BCCI પાસે એશેઝની જેમ ગાંધી-જિન્ના ટ્રોફીનું આયોજન કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ સીરિઝ માટે ભારત અને પાકિસ્તાનની ટીમ એક-બીજાના દેશનો પ્રવાસ કરી શકે છે.
છેલ્લે 2014માં રમાઈ હતી દ્વિપક્ષીય સીરિઝ
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2014 બાદ કોઈ દ્વિપક્ષીય સીરિઝનું આયોજન થયું નથી. આ ટીમ ગત 9 વર્ષમાં માત્ર વર્લ્ડકપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપમાં આમને-સામને આવે છે. બંને ટીમ આ પ્રકારની ટૂર્નામેન્ટમાં આમને-સામને આવશે, તો ક્રિકેટ ફેન્સ માટે આ જબરદસ્ત ટ્રીટ સાબિત થશે. બંને ક્રિકેટ બોર્ડને આનાથી ફાયદો થશે.
રમીઝ રાજાએ ટ્રાઈ સીરિઝનો પ્રસ્તાવ લાવ્યા હતા
આ પહેલાં પણ પાકિસ્તાને ICC ટૂર્નામેન્ટ ઉપરાંત ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરવા પ્રસ્તાવ મોકલ્યો હતો. PCBના પૂર્વ ચેરમેન રમીઝ રાજાએ ગત વર્ષે ટ્રાઈ સીરિઝના માધ્યમથી ભારત-પાકિસ્તાનના નિયમિત મેચ માટે પ્રસ્તાવ કર્યો હતો. આ પ્રસ્તાવ અંતર્ગત ભારત અને પાકિસ્તાનની મેચનું આયોજન કોઈ ત્રીજા દેશમાં કરવાનું કહેવામાં આવ્યું હતું.