• શુભમન ગિલને લઈ સામે આવ્યું નવું અપડેટ
  • શુભમનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ
  • પાકિસ્તાન સામે ગિલના રમવા પર સવાલ યથાવત્

ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલને હોસ્ટિલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે. શુભમન ગિલને ડેન્ગ્યૂ બાદ ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પહેલાં ગિલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમી શક્યો નહતો. હવે ભારતીય ટીમ આતીકાલે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રમશે. જે બાદ રોહિત શર્માના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયા ત્રીજી મેચ પાકિસ્તાન વિરુદ્ધ 14 ઓક્ટોબરે રમશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.

શુભમન ગિલને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો, પરંતુ...

શુભમન ગિલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે, પરંતુ શું તે ભારત-પાકિસ્તાન મેચમાં રમી શકશે? મળતી માહિતી મુજબ, શુભમન ગિલના પ્લેટલેટ્સ ક્યારેક-ક્યારેક ઘટી રહ્યા છે. આ કારણે તે ભારતીય ટીમ સાથે દિલ્હી જઈ શક્યો નહતો. આ ઉપરાંત શુભમન ગિલ લગભગ સંપૂર્ણ રીતે ફિટ છે. હવે BCCIએ શુભમન ગિલને લઈને નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શુભમન ગિલ ભારત-અફઘાનિસ્તાન મેચમાં રમી શકશે નહીં.

શુભમન ગિલ ભારત-પાકિસ્તાન મેચમાં રમશે?

જો કે, શુભમન ગિલ ભારત-પાકિસ્તાન મેચમાં રમી શકશે કે કેમ તે પ્રશ્ન યથાવત્ છે. આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આંકડા દર્શાવે છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઉપરાંત ફેન્સને આશા છે કે, શુભમન ગિલ ભારત-પાકિસ્તાન મેચ માટે ફિટ થશે. આ પહેલાં ઈશાન કિશને ઓસ્ટ્રેલિયા સામે શુભમન ગિલની ગેરહાજરીમાં ઓપનરની ભૂમિકા ભજવી હતી.

  • Follow us on: