- અમદાવાદમાં વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ
- અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમની ટક્કર
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતની 7 વિકેટે જીત થઈ છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાની ટીમ 42.2 ઓવરમાં 191 રન પર ઓલઆઉટ થઈ હતી. જેથી ભારતને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 3 વિકેટના નુકસાને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે. ભારત માટે ઓપનર શુભમન ગિલે 11 બોલમાં 16, કેપ્ટન રોહિત શર્માએ 63 બોલમાં 86, વિરાટ કોહલીએ 18 બોલમાં 16, શ્રેયસ અય્યરે 62 બોલમાં અણનમ 53 અને કેએલ રાહુલે 29 બોલ પર અણનમ 19 રન બનાવ્યા છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફરીદીએ 6 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત હસન અલીએ 6 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ નવાઝે 8.3 ઓવરમાં 47, હારિસ રઉફે 6 ઓવરમાં 43 અને શાબાદ ખાને 4 ઓવરમાં 31 રન આપ્યા છે.
ભારતની ઈનિંગ
165/3 (25 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ભારતે 3 વિકેટના નુકસાને 165 રન બનાવ્યા છે. અત્યારે ભારત માટે શ્રેયસ અય્યર 48 બોલ પર 41 રન કરીને અને કેએલ રાહુલ 10 બોલ પર 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફરીદીએ 6 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ અને હસન અલીએ 5 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ નવાઝે 6 ઓવરમાં 33, હારિસ રઉફે 4 ઓવરમાં 34 રન અને શાબાદ ખાને 4 ઓવરમાં 31 રન આપ્યા છે.
142/2 (20 ઓવર)- પાકિસ્તાનના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં ભારતના એક પણ બેટ્સમેને પોતાની વિકેટ ગુમાવી નથી. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 57 બોલ પર 80 રન કરીને અને શ્રેયસ અય્યર 34 બોલ પર 28 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફરીદીએ 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ અને હસન અલીએ 5 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ નવાઝે 3 ઓવરમાં 14, હારિસ રઉફે 4 ઓવરમાં 34 રન અને શાબાદ ખાને 4 ઓવરમાં 31 રન આપ્યા છે.
111/2 (15 ઓવર)-ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આક્રામતકાથી બેટિંગ શરૂ કરી છે. ટીમ ઈન્ડિયાએ 2 વિકેટ ગુમાવ્યા બાદ પણ રોહિત શર્માએ આક્રામતકાથી ફિફ્ટી ફટકારી છે. અત્યારે ભારત માટે રોહિત શર્મા 42 બોલ પર 61 રન કરીને અને શ્રેયસ અય્યર 19 બોલ પર 16 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફરીદીએ 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત હસન અલીએ 5 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ નવાઝે 1 ઓવરમાં 9, હારિસ રઉફે 4 ઓવરમાં 34 રન અને શાબાદ ખાને 1 ઓવરમાં 5 રન આપ્યા છે.
79/2 (10 ઓવર)- ભારતને વિરાટ કોહલીના રૂપે બીજો ઝટકો લાગ્યો છે. 18 બોલમાં 16 રન કરીને વિરાટ કોહલી આઉટ થયો છે. હવે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 30 બોલ પર 45 રન કરીને અને શ્રેયસ અય્યર 1 બોલ પર શૂન્ય રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફરીદીએ 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત હસન અલીએ 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મોહમ્મદ નવાઝે 1 ઓવરમાં 9 અને હારિસ રઉફે 1 ઓવરમાં 14 રન આપ્યા છે.
38/1 (5 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચમાં ભારતને પ્રથમ 5 ઓવરની અંદર જ પ્રથમ ઝટકો લાગ્યો છે. ડેન્ગ્યૂમાંથી રિકવર થયેલો સ્ટાર ઓપનર શુભમન ગિલ 11 બોલમાં 16 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 15 બોલ પર 15 રન કરીને વિરાટ કોહલી 3 બોલ પર 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન આફરીદીએ 3 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત હસન અલીએ 2 ઓવરમાં 20 રન આપ્યા છે.
191/10 (42.5 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનની ટીમ 191 રન પર ઓલઆઉટ થઈ છે. જેથી ભારતને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. પાકિસ્તાન માટે સૌથી વધુ 58 બોલમાં 50 રન બાબર આઝમે કર્યા છે, જ્યારે મોહમ્મદ રિઝવાને 69 બોલમાં 49, ઈમામ ઉલ-હકે 38 બોલમાં 36, અબ્દુલ્લા શફીકે 24 બોલમાં 20, સઈદ શકીલે 10 બોલમાં 6, ઈફ્તિખાર અહમદે 4 બોલમાં 4, શાબાદ ખાને 5 બોલમાં 2, મોહમ્મદ નવાઝે 14 બોલમાં 4 અને હસન અલી 19 બોલમાં 12 રન કરીને આઉટ થયો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 7 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 19 રન આપીને 2 વિકેટ લીધી છે. આ સાથે જ મોહમ્મદ સિરાઝે 8 ઓવરમાં 50 રન આપીને 2, હાર્દિક પંડ્યાએ 6 ઓવરમાં 34 રન આપીને 2, કુલદીપ યાદવે 10 ઓવરમાં 35 રન આપીને 2 અને રવિન્દ્ર જાડેજાએ 9.5 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે 2 ઓવર નાખી છે. જેમાં શાર્દુલે 12 રન આપ્યા છે.
187/8 (40 ઓવર)- પાકિસ્તાન પર ભારતના બોલર્સનો દબદબો જોવા મળી રહ્યો છે. છેલ્લી 10 ઓવરમાં પાકિસ્તાનના 5 ખેલાડી આઉટ થયા છે. ભારતના સ્ટાર બોલર જસપ્રીત 5 બોલમાં 2 રન કરનારા શાબાદ ખાનને આઉટ કર્યો છે, જ્યારે હાર્દિક પંડ્યાએ 14 બોલમાં 4 રન કરનારા મોહમ્મદ નવાઝને આઉટ કર્યો છે. અત્યારે પાકિસ્તાન માટે હસન અલી 18 બોલ પર 12 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 7 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ, મોહમ્મદ સિરાઝે 8 ઓવરમાં 50 રન આપીને 2 વિકેટ, હાર્દિક પંડ્યાએ 5 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ લીધી છે.
170/6 (35 ઓવર)- કુલદીપ યાદવે ભારતને 2 સફળતા અને જસપ્રીત બુમરાહે 1 સફળતા અપાવી છે. કુલદીપે 10 બોલમાં 6 રન કરનારા સઈદ શકીલ અને 4 બોલમાં 4 રન કરનારા ઈફ્તિખાર અહેમદને આઉટ કર્યો છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 59 બોલમાં 50 રન કરનારા પાકિસ્તાનના સેટ બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. શાબાદ ખાન 4 બોલ પર 2 રન કરીને અને મોહમ્મદ નવાઝ 3 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ, મોહમ્મદ સિરાઝે 8 ઓવરમાં 50 રન આપીને 2 વિકેટ, હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ અને કુલદીપ યાદવે 9 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી છે.
156/3 (30 ઓવર)- મોહમ્મદ સિરાઝે ભારતને વધુ એક સફળતા અપાવી છે. સિરાઝે 58 બોલમાં 50 રન કરનારા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને આઉટ કર્યો છે. અત્યારે પાકિસ્તાન માટે વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 59 બોલ પર 47 રન કરીને અને સઈદ શકીન 1 બોલ 1 પર રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 14 રન, કુલદીપ યાદવે 6 ઓવરમાં 26 રન, રવિન્દ્ર જાડેજાએ 7 ઓવરમાં 29 રન અને શાર્દુલ ઠાકુરે 2 ઓવરમાં 12 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 7 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે.
125/2 (25 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ પાકિસ્તાને 2 વિકેટના નુકસાને 125 રન બનાવ્યા છે. અત્યારે પાકિસ્તાન માટે બાબર આઝમ 47 બોલ 35 પર રન કરીને અને મોહમ્મદ રિઝનાન 41 બોલ પર 33 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 14 રન, કુલદીપ યાદવે 4 ઓવરમાં 18 રન અને રવિન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 25 રન અને શાર્દુલ ઠાકુરે 2 ઓવરમાં 12 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે.
103/2 (20 ઓવર)- છેલ્લી 5 ઓવરમાં ભારતીય બોલર્સ એક પણ વિકેટ લઈ શક્યા નથી. અત્યારે પાકિસ્તાન માટે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 33 બોલ પર 30 રન કરીને અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 25 બોલ પર 16 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 14 રન, કુલદીપ યાદવે 1 ઓવરમાં 8 રન અને રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 13 રન અને શાર્દુલ ઠાકુરે 2 ઓવરમાં 12 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે.
79/2 (15 ઓવર)- ભારતના સ્ટાર ઓલઆઉન્ડર હાર્દિક પંડ્યાએ ભારતને બીજી સફળતા અપાવી છે. હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 36 રન કરનારા ઈમામ ઉલ-હકને આઉટ કર્યો છે. આ પહેલાં મોહમ્મદ સિરાઝે 24 બોલમાં 20 રન કરનારા અબ્દુલ્લા શફીકને આઉટ કર્યો હતો. અત્યારે પાકિસ્તાન માટે કેપ્ટન બાબર આઝમ 14 બોલ પર 16 રન કરીને અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 14 બોલ પર 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 14 રન અને કુલદીપ યાદવે 1 ઓવરમાં 8 રન અને રવિન્દ્ર જાડેજાએ 1 ઓવરમાં 1 રન આપ્યો છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે.
49/1 (10 ઓવર)- મોહમ્મદ સિરાઝે ભારતને પ્રથમ સફળતા અપાવી છે. સિરાઝે 24 બોલમાં 20 રન કરનારા પાકિસ્તાનના ઓપનર અબ્દુલ્લા શફીકને આઉટ કર્યો છે. જેથી હવે પાકિસ્તાન માટે કેપ્ટન બાબર આઝમ 7 બોલ પર 5 રન કરીને અને ઈમામ ઉલ-હક 29 બોલ પર 23 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 14 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે હાર્દિક પંડ્યાએ 1 ઓવર નાખી છે. જેમાં હાર્દિકે 7 રન આપ્યા છે.
23/0 (5 ઓવર)- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી પાકિસ્તાની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી છે. પાકિસ્તાન માટે અત્યારે અબ્દુલ્લા શફીક 14 બોલ પર 10 રન કરીને અને ઈમામ ઉલ-હક 16 બોલ પર 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, અત્યાર સુધી ભારત માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝે બોલિંગ કરી છે. જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં 5 રન આપ્યા છે, જ્યારે મોહમ્મદ સિરાઝ મોંઘો સાબિત થયો છે. સિરાઝે માત્ર 2 ઓવરમાં 18 રન આપ્યા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ શરૂ થઈ છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી પાકિસ્તાનના ઓપનર અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ-હક પાકિસ્તાન માટે ઓપનિંગ કરવા આવ્યા છે, જ્યારે ભારત માટે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પ્રથમ ઓવર નાખવા આવ્યો છે.
ભારતે ટોસ જીતીને બોલિગ પસંદ કરી
ICC વનડે વર્લ્ડકપ 2023ની હાઈવોલ્ટેજ ભારત અને પાકિસ્તાનની મેચ માટે ટોસ થયો છે. આ ટોસ ભારતે જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન બંને ટીમ વર્લ્ડકપની 2-2 મેચ જીતી છે. જેથી આજે કઈ ટીમ જીતની હેટ્રિક લગાવશે, તે જોવું દિલચસ્પ રહેશે
ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડે વર્લ્ડકપ 2023ની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની આ હાઈ વોલ્ટેજ મેચ રમવામાં આવશે. વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી બંને ટીમો 2-2 મેચ રમી છે. જેમાં બંને ટીમ પોતાની બંને મેચ જીતી છે. આવી સ્થિતિમાં હવે એ જોવું દિલચસ્પ રહેશે કે આજે કઈ ટીમ જીતની હેટ્રિક લગાવશે.
પિચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 29 વનડે મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમની 16 અને પ્રથમ બોલિંગ કરનારી ટીમની 13 મેચમાં જીત થઈ છે. વર્લ્ડકપની પ્રથમ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 282 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ન્યૂઝીલેન્ડે 36.2 ઓવરમાં 1 વિકેટના નુકસાને આ ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. આવી સ્થિતિમાં પ્રથમ બોલિંગ કરનારી ટીમને ફાયદો થઈ શકે છે.
વેઘર રિપોર્ટ-
હવામાન વિભાગે આજે અમદાવાદમાં વરસાદ ન થવાની આગાહી કરી છે. જેથી ક્રિકેટ ફેન્સ સમગ્ર મેચ નિહાળી શકશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમદાવાદમાં વરસાદ થશે નહીં. જો કે, મેચ સમયે અમદાવાદમાં તાપમાનમાં વધારો થશે. મેચ સમયે તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.
મેચ પ્રિડિક્શન
આ મેચમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. જો કે, મેચમાં ભારતીય ટીમની જીતની શક્યતા વધુ છે. કારણ કે, ટીમ ઈન્ડિયા પોતાના ઘરેલૂ મેદાનમાં મેચ રમી રહી છે. જેથી ભારતીય ટીમને ઘરેલુ ફાયદો મળશે. સાથે પાકિસ્તાની ટીમમાં નસીમ શાહ નથી. જેથી પાકિસ્તાનની બોલિંગ નબળી દેખાઈ રહી છે.
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો જીતનો રેકોર્ડ 65%
ભારતીય ટીમ અત્યાર સુધી વર્લ્ડકપમાં કુલ 86 મેચ રમી છે. જેમાંથી 55 મેચમાં જીત અને 29 મેચમાં હાર થઈ છે. આ ઉપરાંત 1 મેચ ડ્રો રહી છે. આવી રીતે ભારતીય ટીમ 65.29% મેચ જીતી છે. ભારતીય ટીમ અત્યાર સુધી 2 વખત વર્લ્ડકપ જીતી છે. પ્રથમ વખત 1983 અને બીજી વખત 2011માં ટીમે ખિતાબ પોતાના નામે કર્યો છે.
પાકિસ્તાનની જીતનો રેકોર્ડ 60%થી ઓછો
પાકિસ્તાનની જીતનો રેકોર્ડ ભારતથી ઓછો છે. પાકિસ્તાની ટીમ અત્યાર સુધી વર્લ્ડકપમાં કુલ 81 મેચ રમી છે. જેમાંથી પાકિસ્તાની ટીમની 47 મેચમાં જીત અને 32 મેચમાં હાર થઈ છે. આ ઉપરાંત 2 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. આ પ્રકારે પાકિસ્તાની ટીમની જીત 59.49% રહી છે. પાકિસ્તાનની ટીમ માત્ર 1 વખત ચેમ્પિયન બની શકી છે. વર્લ્ડકપ 1992માં ઈમરાન ખાનના નૈતૃત્વવાળી પાકિસ્તાની ટીમે વર્લ્ડકપ જીત્યો હતો.
વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન હેડ ટૂ હેડ
વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમે 80-80થી વધુ મેચ રમ્યા છે. જેમાં 7 વખત આ બંને ટીમ એકબીજાના આમને-સામને આવી છે. આ 7 મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. એટલે કે, વર્લ્ડકપમાં હેડ ટૂ હેડના રેકોર્ડ મામલે ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન વિરુદ્ધ જીતનો રેકોર્ડ 100% છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
ભારત-રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ.
પાકિસ્તાન-અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ-હક, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહમદ, શાબાદ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન અફરીદી, હારિસ રઉફ













