- ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ શ્રીલંકાનો પ્રવાસ કરશે
- અહીં ટીમ ઈન્ડિયા T-20 અને ODI સિરીઝ રમશે
- BCCIએ શિડ્યૂલમાં કર્યો ફેરફાર
ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ શ્રીલંકાનો પ્રવાસ કરશે. અહીં ટીમ ઈન્ડિયા 3 મેચની T-20 સિરીઝ અને એટલી જ મેચોની ODI સિરીઝ રમશે. આ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. હાલમાં ટીમની રાહ જોવાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસમાં હાર્દિક પંડ્યાને T-20 અને KL રાહુલને ODIની કેપ્ટન્સી આપવામાં આવી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ પ્રવાસ માટેનું શિડ્યૂલ પહેલેથી જ જાહેર કરી દીધું હતું. શનિવારે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
T20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે













