• ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વન ડે ચાલુ
  • બંને ટીમોનું બીજી મેચમાં જીતનું લક્ષ્ય
  • શ્રીલંકાંએ ટોસ જીતીનો બેટિંગ કરવાનો લીધો નિર્ણય

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. દરમિયાન શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ ટાઈ રહી હતી. આવી સ્થિતિમાં બંને ટીમો આ મેચ જીતીને શ્રેણીમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે.

શ્રીલંકાએ ટીમમાં બે ફેરફાર કર્યા

આ મેચમાં શ્રીલંકાએ તેની પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર કર્યા છે. ટીમમાં કામિન્દુ મેન્ડિસ અને જેફરી વેન્ડરસેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેચ પહેલા શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમ ઈન્ડિયાનો સ્ટાર લેગ સ્પિનર હસરંગા ઈજાના કારણે આ શ્રેણીમાંથી બહાર છે.

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (wk), સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા (c), કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાનાગે, દુનિથ વેલ્લાલાગે, અકિલા ધનંજય, અસિથા ફર્નાન્ડો, જેફરી વેન્ડરસે.

ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નહીં

ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સીરીઝમાં લીડ લેવાનો પ્રયાસ કરી રહી છે.


ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (wk), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ


  • Follow us on: