• ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જૂલાઈથી T20 સિરીઝ રમાશે
  • ટીમ ઈન્ડિયા હેડ કોચ ગંભીરના નેતૃત્વમાં રમતી જોવા મળશે
  • રવિ શાસ્ત્રીએ ગૌતમ ગંભીરના કોચિંગ કરિયર વિશે વાત કરી

ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જૂલાઈથી T20 અને ODI મેચોની ક્રિકેટ સિરીઝ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં પોતાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં રમતી જોવા મળશે. આ સિરીઝમાં કોચ તરીકે ગૌતમ ગંભીરની પ્રથમ કસોટી થવાની છે. આ દરમિયાન તેના કોચિંગને લઈને તમામ પ્રકારના મંતવ્યો પણ સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને અનુભવી ખેલાડી રવિ શાસ્ત્રીએ પણ ગૌતમ ગંભીર સાથે તેની કોચિંગ કરિયર વિશે વાત કરી છે.

રવિ શાસ્ત્રીએ શું કહ્યું?

રવિ શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 'તે સમકાલીન ખેલાડી છે, તેણે IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મને લાગે છે કે તે યુવાન છે અને નવા વિચારો સાથે આવશે. તે મોટાભાગના ખેલાડીઓને જાણે છે. ખાસ કરીને સફેદ બોલના ફોર્મેટમાં, કારણ કે તે IPLમાં ટીમોનો ભાગ રહ્યો છે. તેથી મને લાગે છે કે તે પ્રેરણાદાયક છે અને અમે ગૌતમ વિશે જાણીએ છીએ. તે એક સરળ માણસ છે. તેના પોતાના વિચારો પણ હશે અને તેના માટે સારી વાત એ છે કે તેની પાસે એક પરિપક્વ ટીમ છે.

મને લાગે છે કે જો તમને લાગતું હોય કે તમે પરિપક્વ છો, તો પણ તમને કેટલાક નવા વિચારોથી ફાયદો થઈ શકે છે. મને લાગે છે કે તે રસપ્રદ સમય હશે. દેખીતી રીતે, કોચ તરીકે, પ્લેયર મેનેજમેન્ટ મહત્વપૂર્ણ બની જાય છે. તેથી તે કેવી રીતે આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે. મને લાગે છે કે તેની પાસે બધું જ છે, શસ્ત્રો, વિકલ્પો અને અનુભવ છે.

કેવો રહ્યો રવિ શાસ્ત્રીનો કાર્યકાળ?

રવિ શાસ્ત્રીએ 2007, 2014-16 અને 2017-21 સુધી ટીમ ઈન્ડિયા માટે કોચની ભૂમિકા ભજવી છે. તેમનો સૌથી લાંબો કાર્યકાળ 2017-21નો હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ વિદેશમાં ટેસ્ટ મેચો જીતી હતી અને પોતાની ધરતી પર ટોચની ટીમોને સતત પડકાર આપ્યો હતો. રવિ શાસ્ત્રી-વિરાટ કોહલીના યુગમાં ટીમ ઈન્ડિયા ભલે આઈસીસી ટ્રોફી જીતી ન શકી હોય, પરંતુ આ સમયગાળા દરમિયાન ભારતીય ટીમ સતત પાંચ વર્ષ સુધી ટોચની ટેસ્ટ ટીમ રહી હતી. રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સતત બે ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું હતું અને તે આવું કરનારી એકમાત્ર ટીમ બની ગઈ હતી.

  • Follow us on: