• જસપ્રીત બુમરાહ વિશ્વના ઘાતક બોલરોમાંથી એક છે
  • બુમરાહે ઘણી વખત એકલા હાથે ભારતને મેચ જીતાડી છે
  • બુમરાહે બીજા ધોરણમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી

જસપ્રીત બુમરાહ વિશ્વના ઘાતક બોલરોમાંથી એક છે. જ્યારે બુમરાહ બોલિંગ કરતો હોય છે ત્યારે વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનના પગ ધ્રુજવા લાગે છે. પાવરપ્લે હોય, મિડલ ઓવરો હોય કે ડેથ ઓવર, જ્યારે પણ બુમરાહના હાથમાં બોલ હોય છે, ત્યારે તે ચોક્કસપણે વિરોધી ટીમને નુકસાન પહોંચાડે છે. બુમરાહે પોતાની ઘાતક બોલિંગના કરાણે ઘણી વખત એકલા હાથે ભારતને મેચો જીતાડી છે.

 પરંતુ શું તમે જાણો છો આ ઉંચાઈ સુધી પહોંચવા માટે બુમરાહને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બુમરાહે ફેન્સને પોતાના જીવનની એક દર્દનાક કહાની જણાવી છે, જેને જાણીને દરેક ભાવુક થઈ જશે. બુમરાહે જણાવ્યું કે જ્યારે તે બીજા ધોરણમાં ભણતો હતો ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

બુમરાહના જીવનની દર્દનાક કહાની

બુમરાહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'જ્યારે હું બીજા ધોરણમાં હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. અમારું જીવન અચાનક બદલાઈ ગયું અને આ પછી આખો પરિવાર ખૂબ જ ગરીબ બની ગયો હતો. અમે આર્થિક તંગીનો સામનો કર્યો અને જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા હતા. આજે બુમરાહ પાસે કરોડો રૂપિયા છે અને તેણે આ બધું તેની પ્રતિભાના આધારે કમાવ્યું છે.

આ ખેલાડી સાથે પોતાની લાઈફની સરખામણી કરી

પોતાના ઈમોશનલ પર્સનલ લાઈફ વિશે વાત કરતી વખતે બુમરાહે બીજા ખેલાડી વિશે વાત કરી. બુમરાહે કહ્યું કે તેની વાર્તા ફૂટબોલર ઈબ્રાહિમોવિક જેવી છે. બુમરાહે કહ્યું કે તેના પરિવારમાં પણ કોઈ ખેલાડી નથી. એક બોલર તરીકે તે ખૂબ જ અલગ રીતે વિચારતો હતો અને ઈબ્રાહિમોવિકે પણ આવો જ કંઈક સામનો કર્યો છે. બુમરાહે કહ્યું કે તે ચોક્કસપણે એક દિવસ આ ફૂટબોલરને મળવાનું પસંદ કરશે.

  • Follow us on: