• પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના થોડા કલાકો બાકી
  • ફ્રાન્સની હાઇ-સ્પીડ રેલવે લાઇન પર આગચંપી-તોડફોડ કરાઇ
  • જેના કારણે સમગ્ર વાહનવ્યવહાર વ્યવસ્થા બિનઅસરકારક બની હતી

પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના થોડા કલાકો બાકી છે. આ પહેલાં ફ્રાન્સની હાઇ-સ્પીડ રેલ નેટવર્ક ખોરવાઈ ગઈ હતી. અહેવાલો અનુસાર રેલવે લાઇન પર આગચંપી કરવામાં આવી હતી. આ દૂષિત કૃત્યથી વાહનવ્યવહાર વ્યવસ્થાને અસર થઈ છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજથી (26 જુલાઈ)થી ઓલિમ્પિક શરૂ થઈ રહ્યું છે.

ફ્રેન્ચ ટ્રેન ઓપરેટર કંપનીએ આપી જાણકારી

ફ્રેન્ચ ટ્રેન ઓપરેટર કંપની SNCFએ શુક્રવારે (26 જુલાઈ) પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ પહેલા આ સમગ્ર મામલાની જાણકારી આપી હતી. ટ્રેન ઓપરેટરે જણાવ્યું હતું કે ફ્રાન્સના હાઇ-સ્પીડ રેલ નેટવર્ક પર આગચંપી તથા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર વાહનવ્યવહાર વ્યવસ્થા બિનઅસરકારક બની હતી.

તોડફોડ અને આગચંપીનો પ્રયાસ

કેસની તપાસ કરી રહેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે આ દરમિયાન તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે TGV નેટવર્ક (TurboTrain à Grande Vitesse) ને ફેલ કરવા માટે આ એક મોટા પાયે હુમલો છે. જેના કારણે અનેક રૂટ કેન્સલ કરવા પડ્યા હતા."SNCF રાતોરાત એક સાથે અનેક હુમલાઓનો શિકાર બની હતી. આ હુમલાઓથી ટ્રેન લાઇનની એટલાન્ટિક, ઉત્તરીય અને પૂર્વીય લાઇનો પ્રભાવિત થઈ હતી.


ઓપરેટરે જણાવ્યું હતું કે ટ્રેન સુવિધાની સુવિધાઓને નુકસાન પહોંચાડવા માટે આગતંપી કરવામાં આવી હતી. ટ્રેનોને અલગ-અલગ ટ્રેક પર મોકલવામાં આવી રહી છે, જ્યારે મોટી સંખ્યામાં ટ્રેનોને રદ કરવી પડી છે. SNCF એ મુસાફરોને તેમની મુસાફરી ટાળવા અને ટ્રેન સ્ટેશનોથી દૂર રહેવા વિનંતી કરી છે. આ હુમલાઓ પેરિસમાં ઓલિમ્પિક સમારોહની તૈયારીઓ દરમિયાન કરવામાં આવ્યા હતા, જેમાં 7,500 એથ્લેટ, 300,000 દર્શકો અને VIP સામેલ હશે.

8 લાખ રેલવે મુસાફરોને અસર

SNCF ગ્રુપના પ્રમુખે કહ્યું કે 8 લાખ ટ્રેન મુસાફરોને અસર થઈ છે. ઓલિમ્પિક ગેમ્સ માટે નેટવર્ક તૈયાર હતું, પરંતુ હવે તેઓ નેટવર્કને શક્ય તેટલી વહેલી તકે રિપેર કરવા માટે સેંકડો કર્મચારીઓને એકત્રિત કરવાનું વિચારી રહ્યા છે.

લંડન અને પેરિસ વચ્ચેની રેલ સેવા પણ ખોરવાઈ

એક અહેવાલ મુજબ, યુરોસ્ટાર (રેલ્વે કંપની) એ જણાવ્યું હતું કે તોડફોડની ઘટનાઓને કારણે લંડન અને પેરિસ વચ્ચેની સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે ઘણી ટ્રેનો રદ થઈ છે અને મુસાફરીનો સમય વધી ગયો છે. ફ્રાન્સમાં બનેલી આ ઘટનાને કારણે પેરિસ અને લિલી વચ્ચેની હાઇ સ્પીડ લાઇનને અસર થઈ છે. પેરિસ જતી અને આવતી તમામ હાઇ સ્પીડ ટ્રેનોને આજે (શુક્રવાર, જુલાઈ 26) ક્લાસિક લાઇન દ્વારા ડાયવર્ટ કરવામાં આવી રહી છે. જેના કારણે મુસાફરીના સમયમાં લગભગ દોઢ કલાકનો વધારો થયો છે.

ઉદઘાટન સમારોહ દરમિયાન બગડી શકે છે હવામાન

સીન નદી પર પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન હવામાનમાં બદલાવ થઈ શકે છે. હવામાન વિભાગે શુક્રવારે વરસાદની આગાહી કરી છે. ફ્રાન્સના હવામાન વિભાગે આગાહી કરી છે કે બપોર પછી હવામાન સાફ થઈ જશે, પરંતુ જ્યારે સમારંભ થવાનો છે ત્યારે સાંજે વરસાદ પડી શકે છે. વરસાદ પડે તો પણ સમારંભ સમયપત્રક મુજબ ચાલશે.

સામાન્ય રીતે ખેલાડીઓ પરંપરાગત રીતે કૂચ કરીને સ્ટેડિયમમાં પ્રવેશ કરે છે, પરંતુ પેરિસ ઓલિમ્પિકમાં, 10,500 એથ્લેટ સીન નદી પર 6 કિલોમીટરની પરેડમાં 90 થી વધુ બોટ પર સવારી કરશે. આ સમય દરમિયાન, સેંકડો દર્શકો તેમને ચિયર કરવા માટે સીન નદીના કિનારે હાજર રહેશે.

  • Follow us on: