- પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે
- વિશ્વના 206 દેશોમાંથી 10 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે
- ગે ડેટિંગ એપને પેરિસ ઓલિમ્પિક વિલેજમાં બ્લોક કરાઇ
પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. તેમાં ભાગ લેવા માટે વિશ્વના 206 દેશોમાંથી 10 હજારથી વધુ ખેલાડીઓ આવ્યા છે. આ દરમિયાન એક એપ ચર્ચામાં છે. જેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગે ડેટિંગ એપને પેરિસ ઓલિમ્પિક વિલેજમાં બ્લોક કરી દેવામાં આવી છે. રમતવીરની પ્રાઈવસી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એપને બ્લોક કરવામાં આવી છે.
ખેલાડીઓની સુરક્ષાને જોખમ
LGBTQ+ એથ્લેટ્સને ઉત્પીડનથી બચાવવા માટે આ પહેલ કરવામાં આવી છે. ગત ઓલિમ્પિક દરમિયાન પણ આવું કરવામાં આવ્યું હતું. હવે જ્યારે યુઝર્સ ઓલિમ્પિક વિલેજની અંદર એપના એક્સપ્લોર ફંક્શન પર ક્લિક કરે છે, ત્યારે તેમને 'પ્રોફાઈલ અસ્તિત્વમાં નથી' તેવો મેસેજ મળી રહ્યો છે. એપનું ભૌગોલિક સ્થાન દૂર કરવામાં આવ્યું છે જ્યાં એથ્લેટ્સ સ્થિત છે. એપએ એક બ્લોગમાં કહ્યું: "અમે એ સુનિશ્ચિત કરીશું કે LGBTQ એથ્લેટ્સ સ્નૂપિંગની ચિંતા કર્યા વિના અધિકૃત રીતે કનેક્ટ થઈ શકે." જો કોઈ રમતવીર એવા દેશમાંથી આવે છે જ્યાં LGBTQ+ હોવું ગેરકાયદેસર છે, તો એપનો ઉપયોગ તેમને જોખમમાં મૂકી શકે છે.
146 LGBTQ+ એથ્લેટ્સ શામેલ
તમને જણાવી દઈએ કે 2016 રિયો ઓલિમ્પિક દરમિયાન એક રિપોર્ટરે ગે એથ્લેટ્સને ઓળખવા માટે આ એપનો ઉપયોગ કર્યો હતો. ટોક્યો ઓલિમ્પિક્સ 2020 પછી આવી જ સમસ્યાઓ સામે આવી, જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે ઓલિમ્પિક વિલેજના ગ્રિન્ડર એપ યુઝર્સના વીડિયો શેર કર્યા. માહિતી અનુસાર, 2024 પેરિસ ઓલિમ્પિકમાં રેકોર્ડ 146 LGBTQ+ એથ્લેટ્સ સામેલ છે.
અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા
તમને જણાવી દઈએ કે ભારતમાં પણ ગ્રાઈન્ડર એપ દ્વારા છેતરપિંડીના ઘણા મામલા સામે આવ્યા છે. ગયા વર્ષે દિલ્હી એનસીઆરમાં એપ વડે મિત્રતા કરવી કેટલાક યુવાનો માટે મોંઘી સાબિત થઈ હતી. અહીં કેટલાક લોકોએ ઓનલાઈન મિત્રો શોધવાના બહાને છેતરપિંડી કરી હતી. આ કેસમાં પોલીસે કેટલાક યુવકોની ધરપકડ કરી હતી.