- ડૂડલમાં ખેલાડીઓને વ્હેલ, બતકના રૂપમાં દર્શાવાયા છે
- કેટલાક પાસે વોલીબોલ છે અને કેટલાક પાસે ટેનિસ બોલ છે
- ભારતના 170 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે
આજથી શરૂ થઈ રહેલા પેરિસ ઓલિમ્પિક 2024ની ઉજવણી માટે ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યું છે. આ વર્ષે 26 જુલાઈ 2024થી શરૂ થનારી સમર ઓલિમ્પિક્સ 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ ગેમ્સમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી ખેલાડીઓ અને રમતપ્રેમીઓ ફ્રાંસમાં એકઠા થયા છે. આ અવસરે સર્ચ એન્જિન ગૂગલે પણ તેના હોમપેજના લોગોમાં ફેરફાર કર્યો છે અને તેની જગ્યાએ એક અદ્ભુત ડૂડલ બનાવ્યું છે. તો જાણો આ ગૂગલ ડૂડલમાં શું ખાસ છે.
ગૂગલ ડૂડલમાં શું છે ખાસ
આ એનિમેટેડ Google ડૂડલ આજથી શરૂ થતી 2024 સમર ઓલિમ્પિક ગેમ્સને ડિજિટલ સ્કાય સાથે રજૂ કરે છે. આ વર્ષે નવીનતાઓ અને પરંપરાઓ પેરિસમાં જોવા મળશે. કારણ કે ઓલિમ્પિક ગેમ્સનું ભવ્ય ઉદઘાટન કોઈ સ્ટેડિયમમાં નહીં પરંતુ પેરિસના ઐતિહાસિક દ્રશ્યમાં થશે. ગૂગલ ડૂડલમાં ખેલાડીઓને વ્હેલ, બતક વગેરે તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેઓ પાણીમાં સ્વિમિંગ કરી રહ્યાં છે. કેટલાક પાસે વોલીબોલ છે અને કેટલાક પાસે ટેનિસ બોલ છે.
ભારતના 170 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે
તમને જણાવી દઈએ કે આજથી શરૂ થઈ રહેલા પેરિસ ઓલિમ્પિકમાં દુનિયાભરના 200થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. સમર ઓલિમ્પિકમાં કુલ 329 ઈવેન્ટ્સ યોજાશે. આ વખતે ઓલિમ્પિકમાં ચાર નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતની વાત કરીએ તો ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)એ 117 ખેલાડીઓની ટીમ ફ્રાંસની રાજધાની પેરિસ મોકલી છે. ઓલિમ્પિકમાં પ્રથમ વખત 70 ખેલાડીઓ ભાગ લેશે. જ્યારે 47 ખેલાડીઓએ એક અથવા વધુ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો છે.