• હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનું ડેબ્યૂ શાનદાર રહ્યું છે
  • T20 સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી
  • ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાં ફેરફાર થઈ શકે છે

હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનું ડેબ્યૂ શાનદાર રહ્યું છે. ભારતે શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પરંતુ ટીમ ઈન્ડિયાનો સપોર્ટિંગ સ્ટાફ હજુ નક્કી થયો નથી, આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. શ્રીલંકા પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે સીરીઝ રમવાની છે આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાં ફેરફાર થઈ શકે છે.

આ દિગ્ગજ ખેલાડી થશે બહાર

શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ તરીકે ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​સાઈરાજ બહુતુલેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં તે અસ્થાયી રૂપે ટીમ સાથે જોડાયેલો છે. આ પ્રવાસ બાદ તે ટીમથી અલગ થઈ જશે. એક અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયાને સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે સિરીઝ રમવાની છે. સાઉથ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલ આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. આ સિરીઝમાં તે બોલિંગ કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે.

ટીમ ઈન્ડિયાનો સપોર્ટિંગ સ્ટાફમાં થશે ફેરફાર

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર અને નેધરલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન રિયાન ટેન ડ્યુશ શ્રીલંકા પ્રવાસ પર સહાયક કોચ તરીકે જોવા મળે છે. ટી દિલીપ ફિલ્ડિંગ કોચની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ત્રણેય ટીમ સાથે રહેશે તે નિશ્ચિત છે. મોર્ને મોર્કેલ બોલિંગ કોચ તરીકે જોવા મળી શકે છે.

ગંભીર અને મોર્કેલે સાથે કામ કર્યું છે

ગૌતમ ગંભીર અને મોર્કેલ પણ IPLમાં સાથે કામ કરી ચુક્યા છે. આ બંને IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સના સપોર્ટિંગ સ્ટાફનો ભાગ હતા. 39 વર્ષીય મોર્ને મોર્કેલ ODI કપ દરમિયાન પાકિસ્તાન ટીમના કોચ હતા. ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે પોતાનું પદ છોડી દીધું હતું.

  • Follow us on: