- સૂર્યકુમારનું ઓવરઓલ પરફોર્મન્સ સારુ રહ્યું
- ટી20માં સૌથી વધુ 1700થી વધુ રન બનાવી ચૂક્યા છે
- કેમરૂન ગ્રીન સૂર્યકુમાર બાદ બીજા નંબરે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. આ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ 2-1થી આગળ છે. ટીમે પ્રથમ બે મેચ જીતી હતી. આ સાથે જ ભારતીય ટીમે ત્રીજી મેચ જીતી લીધી હતી. ભારત માટે સૂર્યકુમાર યાદવે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 83 રનની ઇનિંગ રમી હતી. સૂર્યાએ એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જેને તોડવો કોઈપણ બેટ્સમેન માટે આસાન નહીં હોય.
170થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે સૌથી વધુ રન બનાવ્યા
સૂર્યકુમાર T20 ફોર્મેટમાં 170થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે સૌથી વધુ રન બનાવવાના મામલે ટોચ પર છે. તેણે અત્યાર સુધીમાં 1780 રન બનાવ્યા છે અને આ દરમિયાન સ્ટ્રાઈક રેટ 170થી વધુ રહ્યો છે. આ મામલામાં કેમરુન ગ્રીન બીજા નંબરે છે. ગ્રીને 139 રન બનાવ્યા છે. ગ્રીન અને સૂર્ય વચ્ચે ઘણું અંતર છે. હસન અલી ત્રીજા નંબર પર છે. તેણે 129 રન બનાવ્યા છે.
51 મેચમાં 1780 રન બનાવ્યા
ઉલ્લેખનીય છે કે, સૂર્યાનું અત્યાર સુધી T20 ફોર્મેટમાં ભારત માટે શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે 51 મેચમાં 1780 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 14 અડધી સદી ફટકારી છે. સૂર્યાનો સર્વશ્રેષ્ઠ T20 આંતરરાષ્ટ્રીય સ્કોર 117 રન છે. તેણે ભારત માટે 26 વનડે પણ રમી છે. પરંતુ આ ફોર્મેટમાં અસરકારક પ્રદર્શન કરી શક્યો નથી. સૂર્યાએ 24 ઇનિંગ્સમાં 511 રન બનાવ્યા છે. તેણે બે અડધી સદી ફટકારી છે.
ચોથી મેચ 12 ઓગસ્ટે અને પાંચમી મેચ 13 ઓગસ્ટે રમાશે
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને 1-0થી હરાવ્યું હતું. આ પછી વનડે સિરીઝમાં 2-1થી હરાવ્યું. હવે પાંચ મેચોની T20 શ્રેણી રમાઈ રહી છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ભારતીય ટીમ આમાં હજુ 2-1થી પાછળ છે. હવે ચોથી મેચ 12 ઓગસ્ટે અને પાંચમી મેચ 13 ઓગસ્ટે રમાશે.