- ભારત- ઝિમ્બાબ્વે વચ્ચે T20 સિરીઝની ચોથી મેચ હરારેમાં રમાઈ
- આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું
- આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઘણા રેકોર્ડ બનાવ્યા
ટીમ ઈન્ડિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ હરારેમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
એક પણ વિકેટ ગુમાવ્યા વિના 150થી વધુ રનનો સફળ પીછો કર્યો
- PAK vs ENG, કરાચી, 2022 (લક્ષ્ય: 200)
- NZ vs PAK, હેમિલ્ટન, 2016 (લક્ષ્ય: 169)
- ENG vs IND, એડિલેડ, 2022 (લક્ષ્ય: 169)
- IND vs ZIM, હરારે, 2024 (લક્ષ્ય: 153)
- PAK vs IND, દુબઈ, 2021 (લક્ષ્ય: 152)
ભારત માટે 150થી વધુ રનના સફળ ચેઝમાં બોલ બાકી
- 28 વિ ઝિમ્બાબ્વે, હરારે, 2024 (લક્ષ્ય: 153)
- 26 વિ બાંગ્લાદેશ, રાજકોટ, 2019 (લક્ષ્ય: 154)
- 26 વિ અફઘાનિસ્તાન, ઇન્દોર, 2024 (લક્ષ્ય: 173)
- 18 વિ વેસ્ટ ઈન્ડિઝ, લોડરહિલ, 2023 (લક્ષ્ય: 179)
- 17 વિ શ્રીલંકા, ધર્મશાલા, 2022 (લક્ષ્ય: 184)
T20I માં ભારતની આ બીજી 10-વિકેટ જીત છે, જ્યારે તેણે 2016 માં તે જ સ્થળ પર તે જ ટીમ સામે આવું કર્યું હતું (લક્ષ્ય: 100).
T20I રન-ચેઝમાં ભારત માટે સર્વોચ્ચ ભાગીદારી (કોઈપણ વિકેટ)
- 165 - યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ વિ. WI, લોડરહિલ, 2023
- 156* - યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ વિ ZIM, હરારે, 2024
- 130 - શિખર ધવન અને રિષભ પંત વિ. WI, ચેન્નાઈ, 2018
- 123 - રોહિત શર્મા અને કેએલ રાહુલ વિ ENG, ઓલ્ડ ટ્રેફોર્ડ, 2018
T20I માં ભારત માટે 150 થી વધુ ઓપનિંગન ભાગીદારી
- 165 - રોહિત શર્મા અને કેએલ રાહુલ વિ એસએલ, ઇન્દોર, 2017
- 165 - યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ વિ. WI, લોડરહિલ, 2023
- 160 - રોહિત શર્મા અને શિખર ધવન વિ IRE, ડબલિન, 2018
- 158 - રોહિત શર્મા અને શિખર ધવન વિ NZ, દિલ્હી, 2017
- 156* - યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ વિ ZIM, હરારે, 2024
T20માં ભારતની 10 વિકેટથી આ બીજી જીત છે. આ પહેલા ભારતે 2016માં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું હતું.
ઝિમ્બાબ્વે પાસે સન્માન બચાવવાની તક
5 મેચની T20 સિરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં ઝિમ્બાબ્વે પાસે છેલ્લી મેચ જીતીને સન્માન બચાવવાનો મોકો છે. જો ભારત છેલ્લી મેચ જીતશે તો સિરીઝ 4-1થી જીતી લેશે.