- ભારતીય ટીમ માટે આજે 3 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે
- અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા છે
- અભિષેક શર્મા પોતાની ડેબ્યૂ મેચમાં શૂન્ય પર આઉટ થનાર ચોથો ભારતીય બન્યો છે
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝની પહેલી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. પહેલી મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 115 રન જ બનાવી શકી હતી. ઝિમ્બાબ્વે માટે વિકેટકીપર બેટ્સમેન ક્લાઈવ મડાંડેએ સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે તેમના નામે એક અનિચ્છનીય અને શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. આ લિસ્ટમાં એમએસ ધોનીનું નામ સામેલ છે.
ડેબ્યૂ મેચમાં શૂન્ય પર આઉટ થયો અભિષેક શર્મા













