• T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન
  • આ જીત બાદ ભૂતપુર્વ ક્રિકેટર યુવરાજ સિંહ થયો ભાવુક
  • અભિષેક શર્માએ યુવરાજની પ્રતિક્રિયા અંગે ખુલાસો કર્યો

T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ રોમાંચથી ભરેલી હતી. સાઉથ આફ્રિકા અને ટીમ ઈન્ડિયા વચ્ચેનો મુકાબલો મેચના છેલ્લા બોલ સુધી ચાલુ રહ્યો હતો. અંતે ટીમ ઈન્ડિયાએ પોતાની શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગના કારણે હારેલી રમત જીતી લીધી હતી. જ્યારે ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે ચાહકોનો ઉત્સાહ પણ સાતમા આસમાને પહોંચી ગયો હતો. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય અભિષેક શર્માએ પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની પ્રતિક્રિયા અંગે ખુલાસો કર્યો છે.

શું કહ્યું અભિષેક શર્માએ?

ભારતીય ટીમ વતી ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયેલા વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ ખુલાસો કર્યો છે કે જ્યારે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ જીતી ત્યારે યુવરાજ સિંહે કેવી પ્રતિક્રિયા આપી હતી. અભિષેકે કહ્યું કે તે ફાઈનલ મેચમાં યુવરાજ સિંહની સાથે હતો. જ્યારે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. આ જોઈને હું ખૂબ જ પ્રેરિત છું. આ એક ક્ષણ છે જે તે ક્યારેય ભૂલી શકશે નહીં. વિશ્વ ચેમ્પિયન બનવું ખરેખર અદ્ભુત હતું. અમે બહાર ગયા અને સાથે ઉજવણી કરી હતી.

હું પણ વર્લ્ડકપ જીતવા માંગુ છું

BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં યુવા ઓપનર અભિષેક શર્માએ વધુમાં કહ્યું કે વર્લ્ડકપ જીતવો એ એક સુખદ અનુભવ છે. યુવી પાજી આ પહેલા વર્લ્ડકપ જીતી ચૂક્યા છે. તેને ભાવુક થતા જોઈને મને ઘણી પ્રેરણા મળી છે. હું આનાથી ખૂબ જ પ્રેરિત છું અને હું પણ ભારતીય ટીમ માટે વર્લ્ડકપ જીતવા માંગુ છું.

ગિલ, પરાગ અને ઋતુરાજે પણ અનુભવો શેર કર્યા

ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે ખેલાડીઓએ જે મહેનત કરી હતી તેનું ફળ મળ્યું છે. આ ખૂબ જ પ્રેરણાદાયક છે. આ જીત મારા માટે વધુ મહત્વની છે કારણ કે મેં તેમને સખત મહેનત કરતા જોયા છે. ઋતુરાજ ગાયકવાડ અને રિયાન પરાગે પણ આ જીતને ખૂબ જ ખાસ ગણાવી હતી.

  • Follow us on: