- ચોથી ટી20 મેચમાં અભિષેક શર્માએ શાનદાર બોલિંગ કરી છે
- અભિષેકે ટી20 ઈન્ટરનેશનલમાં તેની પ્રથમ વિકેટ લીધી
- અભિષેકની બોલિંગથી ફેન્સ થયા ઈમ્પ્રેસ
ટી20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આવી પરિસ્થિતિમાં આ ત્રણ ખેલાડીઓનો વિકલ્પ કોણ હશે તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ખેલાડીઓની બદલી તરીકે ઘણા દાવેદારો આગળ આવ્યા છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરીઝમાં આઈપીએલ સ્ટાર અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરીને બોલિંગમાં ધૂમ મચાવી દીધી છે.
અભિષેકનું શાનદાર પ્રદર્શન
રવિન્દ્ર જાડેજાની જેમ જ ડાબા હાથના ઓલરાઉન્ડરે શનિવારે હરારેમાં ચોથી ટી20માં શાનદાર બોલિંગ કરી હતી. ઝિમ્બાબ્વેની ઓપનિંગ જોડીને તોડવામાં નિષ્ફળ રહેલી ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અભિષેક જ અપાવી હતી. તેને નવમી ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન તદિવનાશે મારુમણિની વિકેટ લીધી હતી.
અભિષેકની બોલિંગથી ફેન્સ થયા ઈમ્પ્રેસ
તે ખૂબ જ કાળજીપૂર્વક બોલિંગ કરી રહ્યો હતો. જેને જોઈને ફેન્સને જાડેજાની યાદ આવી ગઈ. અભિષેકે તેની પહેલી 3 ઓવરમાં માત્ર 20 રન આપ્યા અને 1 વિકેટ લીધી. પરંતુ આ પહેલા પણ તેણે બે મેચમાં બોલિંગ કરી હતી, પરંતુ તેને સફળતા મળી ન હતી. તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પહેલી વિકેટ લઈને પોતાને સાબિત કરી દીધું છે. બીજી ટી20માં શાનદાર સદી ફટકાર્યા બાદ અભિષેકની આ બીજી મોટી સિદ્ધિ છે.
ઋતુરાજ ગાયકવાડે છોડ્યો કેચ
આ પછી તેને બીજી સફળતા મળી હોત, પરંતુ રૂતુરાજ ગાયકવાડે કેચ છોડ્યો હતો. આ 11મી ઓવરમાં જોવા મળ્યું હતું. જ્યારે અભિષેકે પાંચમો બોલ બ્રાયન બેનેટને ફેંક્યો તો બેનેટે તેના પર મોટો શોટ લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટ સાથે જોડાઈ શક્યો નહીં. બોલ તેના બેટની ઉપરની કિનારી લઈને કવર તરફ ગયો, પરંતુ અહીં ઉભેલા ફિલ્ડર ઋતુરાજ ગાયકવાડ આસાન કેચ લઈ શક્યો નહીં. આ રીતે બ્રેનેટ આઉટ થતા બચી ગયો હતો. પરંતુ વોશિંગ્ટન સુંદરે તેને 14મી ઓવરમાં પોતાનો શિકાર બનાવ્યો હતો. સુંદરના બોલ પર યશસ્વી જયસ્વાલે કેચ પકડ્યો હતો. અભિષેક શર્માએ પોતાને મળેલી તકમાં ખરો સાબિત થયો છે.
Image - X