- આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી T20 મેચ
- ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટસ ક્લબ સ્ટેડિયમમાં મેચ
- આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં થઈ શકે ફેરફાર
આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી T20 મેચ હરારેમાં રમાશે. ભારતીય ટીમને પ્રથમ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઝિમ્બાબ્વેએ પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા અને યુવા ભારતીય ટીમ યજમાન ટીમ સામે લાચાર દેખાતી હતી. ટીમ ઈન્ડિયાની આવી હાર બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. આ કારણોસર બીજી ટી20 મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં પણ કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.
ધ્રુવ જુરેલની જગ્યાએ જીતેશ શર્માને મળી શકે તક
ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીમાં ફેરફારની શક્યતા ઓછી છે અને માત્ર અભિષેક શર્મા અને કેપ્ટન શુભમન ગિલની જોડી જ ઓપનિંગ કરતી જોવા મળી શકે છે. ઋતુરાજ ગાયકવાડ ફરી એકવાર ત્રીજા નંબર પર રમી શકે છે. જો કે, મિડલ ઓર્ડરમાં વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલના સ્થાને જીતેશ શર્માને તક આપી શકે છે. જુરેલ પ્રથમ T20 મેચમાં 14 બોલમાં માત્ર 6 રન જ બનાવી શક્યો હતો.
અવેશ ખાન અને ખલીલ અહેમદને પડતો મૂકવામાં આવી શકે છે
બોલિંગમાં આવેશ ખાન અને ખલીલ અહેમદને પણ ઉતારવામાં આવી શકે છે. આ બંને બોલર પહેલી T20માં એટલી છાપ છોડી શક્યા ન હતા. આવેશ ખાને 4 ઓવરમાં 29 રન આપીને માત્ર 1 વિકેટ લીધી અને બીજી તરફ ખલીલ અહેમદે 3 ઓવરમાં 28 રન આપ્યા અને એક પણ વિકેટ લઈ શક્યા નહીં. ખલીલ અહેમદ આખી મેચનો સૌથી મોંઘો બોલર રહ્યો હતો. આ કારણોસર આ બે બોલરોને પડતો મૂકીને હર્ષિત રાણા અને તુષાર દેશપાંડેને રમાડવામાં આવી શકે છે. એકંદરે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ મોટા ફેરફાર જોવા મળી શકે છે.
બીજી T20 મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે અને ખલીલ અહેમદ.