• પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું
  • ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ રહી હતી
  • ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી મેચ રવિવારે રમાશે

T20 સિરીઝની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું. શુભમન ગિલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. હરારેમાં પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 115 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 102 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જો ટીમ ઈન્ડિયા પોતાની ત્રણ ભૂલો નહીં સુધારે તો બીજી T20 મેચમાં પણ તેને હારનો સામનો કરવો પડી શકે છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી મેચ રવિવારે રમાશે.

ઓપનિંગમાં સારી શરૂઆતની જરૂર

સૌથી પહેલા ભારતીય ઓપનરોએ ટીમને સારી શરૂઆત આપવી પડશે. ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં અભિષેક શર્મા શૂન્ય પર આઉટ થયો હતો. ગિલ સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. ગિલ પણ 31 રન બનાવીને આઉટ થયો હતો. જોકે તે આ મેચમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. જો ભારત બીજી મેચમાં સારી શરૂઆત નહી કરે તો તેને ફરી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરે પણ કમાલ કરવી પડશે. જો ભારતીય ટીમનો મિડલ ઓર્ડર ફરી ફ્લોપ થશે તો મેચ જીતવી મુશ્કેલ બની જશે. રિંકુ સિંહ પ્રથમ મેચમાં 5મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તે શૂન્ય પર આઉટ થયો હતો. જ્યારે રિયાન પરાગ 2 રન બનાવીને આઉટ થયો હતો. ધ્રુવ જુરેલ પણ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય ટીમે બેટિંગ પર કામ કરવું પડશે.

ફિલ્ડિંગ પર ધ્યાન આપવું પડશે

ટીમ ઈન્ડિયાએ ફિલ્ડિંગની સાથે બોલિંગ પર પણ ધ્યાન આપવું પડશે. પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ 90 રનના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ભારતીય બોલરો છેલ્લી જોડીને આઉટ કરી શક્યા ન હતા. જેના કારણે લગભગ 25 રન વધુ બન્યા હતા. આ 25 રન ટીમ ઈન્ડિયા માટે મોંઘા સાબિત થયા અને હારનું કારણ બની ગયા. તેથી બીજી T20 મેચમાં કેપ્ટન ગિલે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે બોલિંગની સાથે ફિલ્ડિંગ પણ ચુસ્ત હોવી જોઈએ.

  • Follow us on: