• પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની સફર હવે પૂરી થઈ
  • આ વખતે ભારત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલથી વંચિત રહી ગયું
  • જાણો 2012થી 2024 દરમિયાન ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની સફર હવે પૂરી થઈ ગઈ છે. આજે પેરિસ ઓલિમ્પિક સમાપ્ત થવા જઈ રહી છે. આ વખતે ભારત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલથી વંચિત રહી ગયું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા પણ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતી શક્યો નહોતો. આ વખતે નીરજને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

ભારતને ના મળ્યો એક પણ ગોલ્ડ

આ વખતે પાકિસ્તાનના અરશદ નદીમે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વખતે ભારત પણ મેડલ ટેબલમાં પાકિસ્તાનથી પાછળ રહ્યું, કારણ કે પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાને એક પણ ગોલ્ડ મેડલ જીત્યો છે અને ભારત એકપણ ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી.


ટોક્યો ઓલિમ્પિકની સરખામણીમાં ભારતે આ વખતે ઓછા મેડલ જીત્યા

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા. જેમાં નીરજ ચોપરાનો ગોલ્ડ મેડલ પણ સામેલ હતો. આ વખતે ભારત પેરિસ ઓલિમ્પિકમાં માત્ર 6 મેડલ જીતવામાં સફળ રહ્યું છે. ભારતે શૂટિંગ, હોકી, જેવલિન અને રેસલિંગમાં આ 6 મેડલ જીત્યા છે. તે જ સમયે, ભારત હજુ પણ બીજા મેડલ માટે આશાવાદી છે, કારણ કે CSA 13 ઓગસ્ટે વિનેશ ફોગાટના સિલ્વર મેડલ કેસ પર પોતાનો નિર્ણય આપી શકે છે.


100 ગ્રામ વજન વધવાને કારણે વિનેશને ફાઇનલમાં અયોગ્ય ઠેરવવામાં આવી હતી. હવે ભારતીય ચાહકોને આશા છે કે નિર્ણય વિનેશની તરફેણમાં આવી શકે છે. જો આમ થશે તો વિનેશને સિલ્વર મેડલ મળશે અને ભારતના મેડલની સંખ્યા 6 થી વધીને 7 થઈ જશે.

2012થી 2024 દરમિયાન ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન

ઓલિમ્પિક 2012માં ભારતે કુલ 6 મેડલ જીત્યા હતા. જેમાં 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સિવાય 2016 ઓલિમ્પિકમાં ભારત માત્ર 2 મેડલ જીતી શક્યું હતું. જેમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ત્યારબાદ વર્ષ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા હતા. જેમાં એક ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.


  • Follow us on: